Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯૩
ઉપયાગ અહેાળા થવા માંડયા હતા; અને કેટલીક સભામાં લોકમેદની એટલી માટી ભેગી થતી હતી કે મ્હોટી સભાઓ માટે એ હાલ ન્હાને પડવા માંડયે; અને જે કાઇ હાલ વધારવા અથવા તે નવા હાલ ખંધાવવા કહેવા લાગ્યું; તેમ એક જાહેર હાલ તરીકે તેને દેખાવ સુધારવા, તેમાં સિલિંગ કરાવવા, અને બીજી જરૂરી સવડે ઉમેરવા માગણી થવા માંડી હતી.
હાલમાંની જગા વધારવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં એક સૂચના એવી થઈ હતી કે એ હાલની દિવાલોને કરતી, અમદાવાદ પ્રાર્થના સમાજની અંદરની જેમ ગેલેરી કરવી, જ્યાં વધુ મનુષ્યો બેસવાની સગવડ કરી શકાય, પણ તે વિષે અનુભવી ઇજનેરેશની સલાહ પૂછતાં, તેઓએ તેમ કરવા ના પાડી હતી. સાસાટીના મકાનના પાયા મજબૂત છે, તેપણ આવા જાહેર સ્થળમાં તે અકસ્માતનાં કારણે જેમ બને તેમ ટાળવાં જોઇએ; એ એક દલીલથી તે વિચાર પડતો મૂકાયા હતા.
સદરહુ પ્રશ્ન કમિટી ચર્ચી રહી હતી તેમાં કમિટીના એક સભ્ય શ્રીયુત અંબાલાલ દલસુખરામ લખીઆરાએ, હાલના દાદરનું સ્થાન ફેરવી, તેમજ માળના દ્વાર પાસેની એરડી કઢાવી નાંખી જંગે વધારવાનું જણાવ્યું; અને તેની સાથે સાસાટીની જ માલિકીની જમીન પર અગાસી લઇને, આખા મકાનને બહારથી ક્રતી સલંગ ગેલેરી કરી દેવાનું સૂચવ્યું, તેથી જંગાનો મેાકળાશ થાય; બહારના દેખાવ વધે અને ગેલેરીને લઇને એક છેડેથી બીજે છેડે સભામાં વિક્ષેપ કર્યાં વિના જઈ શકાય. કમિટીને એ વિચાર પસંદ પડયા અને તદનુસાર કોન્ટ્રાક્ટથી એ બધું મકાન વધારવાનું કામ રૂા. ૧૧૦૦૦ ના ખર્ચે કરાવવામાં આવ્યું હતું.
સદરહુ સંસ્થા સાહિત્ય ને જ્ઞાનપ્રચારની હાઇને ડા. હરિપ્રસાદ દેસાઇએ સરસ્વતી દેવીની મૂર્તિ અગાસીના મધ્યભાગમાં સ્થાપવાનું સૂચવ્યું; અને તે મૂર્તિ શ્રીયુત રવિશંકર રાવળે ખતાવેલા પ્રાચીન નમુનાએ ઉપરથી શ્રી. જગન્નાથ અંબાલાલ સામપુરાએ કાતરી આપી હતી.
આ પ્રમાણે સાસાર્યટીના મકાનમાં અને પ્રેમાભાઇ હાલમાં જરૂરી અને ઘટતા સુધારા કર્યાં છતાં સારા અને મ્હોટા હાલ માટેની લાક માગણી દિનપ્રતિદિન વધતી જતી હતી. નવી વધુ જગા મળે તેાજ હાલ સમચેારસ કરી તેના વિસ્તાર વધારી શકાય; સાસાઇટીની દક્ષિણની બાજુએ ત્રણ ભાઇનાં મકાન આવેલાં છે તેને અગાઉ ઉલ્લેખ કર્યો છે; તેમાંનું છેલ્લું
૧૩