Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૮૯
ખાયાગ્રા, હિસ્ટારિયન્સ હિસ્ટ્રી, સાઇકલોપિડિયા ઓફ રિલિજીયન એન્ડ ઇથિક્સ, સ્ટેટસમેન ઇયર બુક, હુ ઇઝ હુ, એન્યુઅલ રજીસ્ટર, રાઇટર એન્ડ આર્ટિસ્ટ યર બુક, એથર્સ એન્યુઅલ, લિટરરી ઈયર બુક વગેરે, જે પુસ્તકા વિના એક સારા અભ્યાસી વા લેખકનું પુસ્તકાલય અપૂજ ગણાય.
ગુજરાતી સાહિત્યમાં એવાં રેફરન્સ પુસ્તકેાની ખામી છે, એ ખેદની વાત છે; પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસ દિનપ્રતિદિન વધતા જાય છે અને શાળાપાઠશાળામાં એ વિષયને સ્થાન મળ્યું છે, એટલે આશા પડે છે કે એ ઉણપ દૂર કરવા પ્રયત્ન થશે જ.
શ્રીયુત કેતકરે “ ગુજરાતી જ્ઞાનકોષ નું કામ આરંભ્યું છે પણ તે ગુજરાતી વાચકેાની જરૂરિયાત પૂરી પાડશે કે કેમ તે સ ંદેડ પડતું છે. તે પૂર્વ રતનજી ફરામજી શેનાએ ગુજરાતી જ્ઞાનચક્રનું પુસ્તક એકલે હાથે તૈયાર કર્યું હતું, તેની ઉપકારસહ નોંધ લેવાવી જોઇએ.
ગુજરાતી જ્ઞાનચક્ર જેવું વિશાળ અને ભગીરથ કાર્ય ગુજરાતની જુદી જુદી સાહિત્યસ’સ્થાઓ એકત્ર થઈ અને સહકાર કરી ઉપાડી લે તે તે યેાજના સત્તર પાર પડે એમ અમારૂં માનવું છે.
તે પૂર્વે ટાઇમ્સ ઓફ ઇન્ડીઆની ઈયર બુક' જેવું કે હમણાં મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ ‘મહારાષ્ટ્ર સાંવત્સરિક' જેવું સામાન્ય અને સાવ દેશીક માહિતીવાળુ રેફરન્સ પુસ્તક પ્રથમ તૈયાર થાય તે ખાસ આવશ્યક છે.
સોસાયટી તરફથી પ્રસિદ્ધ થતું “ ગ્રંથ અને ગ્રંથકાર ” એ પુસ્તકનું ક્ષેત્ર ફક્ત સાહિત્ય પુરતું, મર્યાદિત છે; પણ તે જેમ બને તેમ સમૃદ્ધ, વિવિધાયાગી, માહિતોપૂર્ણ અને કાયમ રેફરન્સનું પુસ્તક થઇ પડે એવી ઉમેદ તેના સ`પાદક સેવે છે.
આવા પુસ્તકાની ઉપયેાગતા તે તેને વાચકવર્ગ તેના સંપાદનમાં સક્રિય રસ લેતા રહે, એટલુંજ નહિ પણ ધરતી સૂચના કરી, વારંવાર યેાગ્ય મદદ આપતા રહે તેમાં રહેલી છે. વસ્તુતઃ તેનું સંપાદનકાય એ તેના વાચકવર્ગોનું કાર્ય થવું ઘટે છે.
કાર્ય ઉપસ્થત થયું, તે હકીકત · ગ્રંથ અને ગ્રંથકાર – પુ. ૧ 'માં સવિસ્તર આપેલી છે. હું તેમાં
કેવા સંજોગમાં એ પ્રકાશનનું
કયા કયા વિભાગેા દાખલ કરેલા છે, તેની નોંધ માત્ર બસ થશે.