Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૮
ગ્રંથ અને ગ્રંથકાર “ Next to knowing a thing is to knowing where to find it."
[ W. T. Stead. ] લેખનવાચન અને અભ્યાસમાં સારી સ્મરણશક્તિ બહુ સહાયભૂત થઈ પડે છે; પણ એ સ્મરણશક્તિ ઉપર હંમેશાં આધાર રાખી શકાતું નથી. તે કેટલીકવાર ગંભીર ભૂલ કરાવે છે, અને જ્યારે દગો દે તે કહી શકાય નહિ. અને વૃદ્ધાવસ્થામાં તે શક્તિ નબળી પડી જાય છે અને કેટલાકમાં તે નાશ પણ પામે છે.
અગાઉ વિદ્યાનું પઠન પાઠન મુખે થતું ત્યારે સ્મરણશક્તિ બહુ મદદગાર નિવડતી. તે સતેજ માલુમ પડતી હતી. વિદ્યાસંપાદનમાં તે મુખ્ય આધાર રૂપ હતી. પરંતુ મુદ્રણયંત્ર આપણા દેશમાં દાખલ થયા પછી એ પરિસ્થિતમાં મોટો ફેરફાર થયેલ છે. મુદ્રણયંત્રને સતત ઉપયોગ થઇ હોવાથી વાચન અને અભ્યાસ સારૂ પુસ્તકોની પુષ્કળ છુટ થઈ છે, પણ તેની સાથે એ બીને સેંધવી જોઈએ કે આપણું સ્મરણશક્તિ મંદ પડતી ગઈ છે; એટલું જ નહિ પણ એ ગેખણપટ્ટીની રૂટિની અવહેલના થવા પામી છે.
તે પછી વિદ્યાભ્યાસના વિષયો ખૂબ વધ્યા છે, તેમ છતાં અભ્યાસમાં અડચણ પડતી નથી, તેનું કારણ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને સાધનોની વિપુલતા એ છે.
બુદ્ધિશાળી પુરૂષોએ એવાં સાધને ઉપજાવ્યાં છે કે જે સ્મરણશક્તિના સર્વ લાભો આપે પણ તેના દોષમાંથી તે મુક્ત હોય. તે સાધનો આપણાં રેફરન્સ પુસ્તકો છે, જેમાં સર્વ પ્રકારની જાણવા જેવી, મહત્વની અને ઉપયોગી માહિતી સંગ્રહેલી હોય છે અને તેની વિશિષ્ટતા એ છે કે તે પુસ્તકે એકથી વધુ વિદ્વાનોના હાથે લખાયેલાં હોઈને, તેનું મૂલ્ય અને મહત્વ જાદે છે.
ઈગ્રેજી સાહિત્યમાં અભ્યાસીને મદદગાર અને ઉપયોગી થઈ પડે એવાં સંખ્યાબંધ રેફરન્સ પુસ્તકો, અનેક વિષયપર રચાયેલાં મળી આવે છે, જેવાં કે, એનસાઈકલોપિડિયા બ્રિટાનિકા, ડીક્ષનેરી એફ નેશનલ