Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રામાણિક અને જવાબદાર પ્રકાશ હોય, પુસ્તક વેચાણ માટે બરાબર ગોઠવણ હેય તે આમાંની ઘણી હરકત ટાળી શકાય એવી છે.
લેખકને જેમ તેનાં પુસ્તક વેચાણમાં હરકત નડે છે તેમ પુસ્તકાલયોને અને અન્ય સાહિત્યરસિકે, જેઓ પુસ્તક ખરીદવા માંગે છે તેમની મુશ્કેલીએ ઘેડી નથી.
પ્રથમ તે કઈ એક પ્રકાશક પાસેથી સઘળાં પુસ્તકો મળતાં નથી. તે માટે બે પાંચ ઠેકાણે લખવું પડે છે અને તદુપરાંત પિછલ દર એટલા બધા આકરા છે કે કઈ પણ પુસ્તક પિસ્ટકારા મંગાવવું બહુ મેંઘું થઈ પડે છે.
આને ઉપાય વડોદરામાં સહકારી ધોરણે પુસ્તકાલય સહાયક પુસ્તકભંડાર કાઢવામાં આવ્યો છે, તેવી સંસ્થાઓ મુખ્ય મુખ્ય શહેરે જેવાં કે અમદાવાદ, મુંબઈ, સુરત વગેરેમાં ઉઘાડવામાં આવે તે પુસ્તક ખરીદનાર જનતાને તેમ, પુસ્તકાલયના સંચાલકોને ઘણી અનુકૂળતા પ્રાપ્ત થાય.
પુસ્તકાલય પરિકtપ્રવૃત્તિ બીજું કાંઈ નહિ તે આટલું સંગીન કાર્ય કરશે તે પણ તેનું અસ્તિત્વ સાર્થક થયું ગણાશે.
આવી પુસ્તકાલય પરિષદ મંડળ જેવી એકાદ સંસ્થા અસ્તિત્વમાં હોય તે માટા, ખર્ચાળ, સચિત્ર તેમ કાયમ ઉપયોગનાં અને રેફરન્સનાં પુસ્તકો વગેરેનું પ્રકાશનાર્ય સુગમ થઈ પડે.
પુસ્કાલય પ્રવૃત્તિના અંગે વિચારવાના પ્રશ્નો અનેક અને વિધવિધ પ્રકારના છે.
તે સર્વેને નિર્દેશ અહિં જરૂર નથી. આ પ્રવૃતિ પાછળ શું હેતુ રહેલો છે તે સ્પષ્ટપણે વ્યક્ત કરવાને આ નિવેદન તૈયાર કર્યું છે. અત્રે ભેગા મળેલા પુસ્તકાલય પ્રવૃત્તિમાં રસ લેનાર સુસંસ્કારી અને સેવાભાવી બહેને અને બંધુઓની હાજરી અને તેમની સલાહ અને સૂચના વાસ્તવિક રીતે તેમાં સહાયભૂત થશે. તેઓ આ નવી પ્રવૃત્તિને યોગ્ય માર્ગે દોરે અને તે કાર્ય ફળીભૂત થાય એવું દિશાસૂચન કરશે, એવી વિજ્ઞપ્તિ છે.
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
આસિસેક્રેટરી.