Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૭
સેસાઇટીનું પુસ્તકાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ
“લાઇબ્રેરીમાં આપણે હજારો રસ્તા મળતા ચોકમાં ઊભીએ છીએ. કઈ રસ્તે જાય છે અનંત સમુદ્રમાં, કોઈ ચડે છે અનંત શિખર ઉપર, અને કઈ ઊતરે છે માનવહૃદયના અતલસ્પર્શમાં. જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં દેડે, ક્યાંય બાધા ન મળે. મનુષ્ય પિતાના પરિત્રાણને એક નાનકડી જગ્યામાં બાંધી રાખ્યું છે.
શંખમાં જેવી રીતે સમુને શબ્દ સંભળાય તેવી રીતે આ લાઈબ્રેરીમાં શું તમે હદયનાં ઉત્થાન અને પતનના શબ્દો સાંભળો છે? અહીંઆ જીવિત અને મૃત બને વ્યક્તિઓનાં હદયો પાસે પાસે એક જ લત્તામાં રહે છે. વાદ અને પ્રતિવાદ અહીંઆ બે ભાઈની માફક સાથેસાથે રહે છે. સંશય અને વિશ્વાસ, સંધાન અને આવિષ્કાર, અહીં એકબીજાનાં શરીરની લગોલગ વસે છે. અહીં દીર્ઘ પ્રાણુ અને સ્વ૫ પ્રાણુ પરમ બૈર્ય અને શાંતિ સાથે જીવનયાત્રાને નિર્વાહ કરે છે. કોઈ કોઈની ઉપેક્ષા કરતું નથી.
કેટલીક નદીઓ, સમુદ્ર, અને પર્વત ઓળંગીને માનવને કંઠ અહીં આવી પહોંચે છે—કેટલાય સંકાઓના છેડેથી આ સ્વર આવે છે–આવે, અહીં આવે; અહીં પ્રકાશનું જન્મસંગીત ગવાય છે !
અમૃત લોકને પ્રથમ આવિષ્કાર કરીને જે જે મહાપુરુષોએ જે કોઈ દિવસે પિતાની તરફના માણસોને હાકલ પાડીને બેલાવ્યાં છે-“તમે સઘળા અમૃતના પુત્ર છે. તમે દિવ્ય ધામના વાસી છે—” તે જ મહાપુરુષોના કંઠ સહસ્ત્ર ભાષામાં સહસ્ત્ર વર્ષોમાંથી પસાર થતા આ લાઇબ્રેરીમાં પ્રતિધ્વનિત થઈ રહ્યા છે.”
[ કવિવર રવીન્દ્રનાથ ટાગોર, પ્રસ્થાન, વૈશાખ સં. ૧૯૦.] ગુજરાતમાં પહેલવહેલું પુસ્તકાલય સેસાઇટીએ સન ૧૮૪૯ માં સ્થાપ્યું હતું, અને તેને વૃત્તાંત સાઈટીના ઈતિહાસ વિભાગ ૧ માં ૨૧ મે પૃષ્ટ આપે છે.