Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬૮ આ હકીકત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતાં એક સાહિત્યરસિક ગૃહસ્થ શ્રીયુત વૈકુંઠરાય શ્રીપતરાય ઠાકોર જેઓ સોસાઈટીના આજીવન સભાસદ છે અને જેમનું ચારિત્ર સ્વર્ગસ્થ અંબાલાલભાઈને ઉચ્ચ અને સંસ્કારી જીવનથી રંગાયું અને ઘડાયું છે, તેમણે તેમની સ્વર્ગસ્થ પુત્રી પ્રિયંવદાના સ્મરણાર્થ રૂ. ૩૦૦)ની રકમ ગ્રામ્ય વાચનાલય કાઢવા માટે ચોક્કસ મુદ્દત સુધી આપવાની ઈચ્છા દર્શાવી અને તે સોસાઈટીએ ખુશીથી સ્વીકારી લીધી. હાલ પણ સદરહુ પ્રિયંવદા વાચનાલયની યોજના સોસાઈટી હરતક ચાલુ છે.
પરંતુ સોસાઈટીના કાર્યકર્તાઓની ઈચ્છા એટલેથી સંતોષ માની બેસી રહેવાની નહોતી. તેઓ ગુજરાતમાં પુસ્તકાલયનું સંગઠ્ઠન કરવાને ઉત્સુક હતા અને એ ઉદ્દેશથી વડોદરા રાજ્ય પરિષદની પેઠે સમસ્ત ગુજરાતી પુસ્તકાલય પરિષદ ભરવાને તેમણે નિશ્ચય કર્યો, તે આજે પ્રભુકૃપાથી પરિપૂર્ણ થાય છે.
ગુજરાત પુસ્તકાલય પરિષદને મુખ્ય હેતુ ઉપર જણાવ્યા પ્રમાણે બ્રિટિશ પ્રદેશમાં વડોદરા રાજ્યની પેઠે તદ્દન ઓછી વસ્તીવાળાં અને શાળા વિનાનાં ગામોમાં પુસ્તકાલયો કાઢવાને છે અને તેની યોજના ગ્રાન્ટ-ઈનએઈડ–ના ધોરણ પર રાખવાની છે, એટલે કે મુકરર રકમ એક ગામ ઉભી કરે તેમાં તેટલી બીજી રકમ ઉમેરીને તે કૂલ રકમનાં વર્તમાનપત્રે કે પુસ્તકો પૂરાં પાડવાં; અને નાણાંની સવડ અને મદદ મળે ફરતાં પુસ્તકાલયોની વ્યવસ્થા કરવી, જેથી પુસ્તકવાચન સતત ચાલુ રહે અને વખતે વખત નવાં પુસ્તકો વાંચવા મેળવવાની સવડ પ્રાપ્ત થાય.
સાઈટી આપણા પ્રાન્તમાં જુની, જાણીતી, મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે; પણ તેની પ્રવૃત્તિઓ અનેકવિધ છે અને તે ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિનાં કાર્યને એકલે હાથે પહોંચી ન જ શકે, એ સ્પષ્ટ છે.
ગુજરાત પુસ્તહાલય પ્રવૃત્તિને બરાબર જમાવવી હોય અને તેને પ્રગતિમાન રાખવી હોય તે ગુજરાતના સર્વ ભાગને તેમાં પૂરો સાથ અને સહકાર આવશ્યક છે; અને તેટલા માટે ગુજરાતી પુસ્તકાલય પરિષદ મંડળ સ્થાપવાની સૌથી પ્રથમ અગત્ય છે; એમાં જુદા જુદા જીલ્લાના મુખ્ય મુખ્ય અને જાણીતા કાર્યકર્તાઓ સક્રિય ફાળો આપે અને તેનું કામકાજ ઉત્સાહપૂર્વક ઉપાડી લે.'
* સદરહુ પરિષદ ભરવામાં આવું એક સ્થાયી મંડળ સ્થાપવું, એ પણ તેની એક નેમ છે.