Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯૭
આ પ્રવૃત્તિનું મહત્વ અને તેમાં રહેલું ગુઢ પીઠબળ પીછાનીને સંસાઈટીના માજી પ્રમુખ અને એક વખતના વડેદરા રાજ્યની વરિષ્ટ કેર્ટના મુખ્ય ન્યાયાધીશ દીબા. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ગુજરાતમાં વાંચનાલય સ્થાપવા સારૂ રૂ. ૫૦૦)ની રકમ સાઈટીને સન ૧૯૦૬ માં સ્ટ તરીકે સોંપી હતી.
તે પછી વડોદરા રાજ્ય અમેરિકાથી સ્વ. બેન સાહેબને નિમંત્રી રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને વ્યવસ્થિત ધોરણ પર મૂકી દેવા પ્રયત્ન આદર્યો હતો, તેનાં શુભ પરિણામે આપણે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ અને પરિષદમંડળની પ્રવૃત્તિમાં નિહાળીએ છીએ.
વડેદરા રાજ્યની આશરે ૨૫ લાખની વસ્તીમાંથી ૧૬ લાખને વાંચનાલયોને લાભ મળે છે, એ ઓછું સંતેષકારક નથી. વડોદરા રાજ્ય લાઈબ્રેરી વિભાગના છેલ્લા વાર્ષિક રીપોર્ટ પરથી જણાય છે કે રાજ્યની વસ્તીને ૬૭ ટકાને પુસ્તકાલયોને લાભ મળે છે અને ગામડાંમાં તેનું પ્રમાણ નીચે પ્રમાણે છે:
કઆ પુસ્તકાલય – ૪૫ ગ્રામ્ય વાચનાલયો – ૧૫૯
ગ્રામ્ય પુસ્તકાલય – ૯૧૮ વડોદરા રાજ્યમાં આ પ્રમાણે પુસ્તકાલય પ્રવૃત્તિ વેગભર આગળ વધતી જતી જોઇને બ્રિટીશ હકુમતમાં તદનુસાર કંઈક હીલચાલ ઉપાડી લેવાય એ આશયથી, શ્રીયુત મોતીભાઈ અમીને સોસાઈટીને એ કાર્ય શરૂ કરવા સૂચવ્યું અને તે પરથી સોસાઈટીના કાર્યવાહકોએ એક સભા ભરી, જે નિર્ણય કર્યો હતો તે સોસાઈટીના સન ૧૯૨૭ના રીપેર્ટમાંથી નીચે ધીશું:
ચાલુ વર્ષમાં વડોદરા રાજ્ય લાઈબ્રેરીઓના આસિ. કયુરેટર રા. રા. મોતીભાઈ નરસીભાઈ અમીન, બી. એ; ની સૂચનાથી લાઈબ્રેરી હિલચાલના વિષયમાં રસ લેતા કેટલાક આગેવાન ગૃહસ્થની એક સભા સંસાઈટીની ઓફીસમાં મળી હતી. તે પ્રસંગે કેટલુંક પ્રસંગચિત વિવેચન થયા બાદ ન્હાનાં ગામડાંઓમાં વાચનાલય ખોલવા સંબંધી ઘટતી વ્યવસ્થા કરવાનું એસાઈટી ઉપાડી લે એવા નિર્ણય પર સભા આવી હતી, તે પ્રતિ સોસાઈટીના મુખ્ય કાર્યવાહકેએ સહાનુભૂતિ દર્શાવી, બનતી સહાયતા આપવા તત્પરતા દર્શાવી હતી.”
- ૧૨