Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ પ
એન. રા. અ.રમણભાઇ મહીપતરામને મળેલુ’ માનપત્ર
દિવાન બહાદુર અંબાલાલભાઇના શબ્દોમાં જણાવીએ તે અમદાવાદમાં અગાઉ કદી નહિ બનેલા એવા એક અપૂર્વ અને આનંદદાયક બનાવ તા. ૩૦ એપ્રિલના દિવસે દિ. ખ. અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપણા હેઠળ બન્યા હતા; અને તે અમદાવાદના માસિક પત્રા, વર્તમાનપત્ર અને પ્રેસ માલીકા તરફથી એન. રા. બ. રમણુભાઇ મહીપતરામ નીલકંઠને તેમના દેશસેવા અને સાર્વજનિક કાર્યોની કદર કરનારું, તેમને નામદાર સરકારે નવાજેશ કરેલા ઇલ્કાબ અને મુંબઇની ધારાસભામાં સભાસદ નોમવા માટેએક માનપત્ર અણુ કરવાના મેળાવડા હતા.
એન. રા. બ. રમણભાઇ પ્રત્યે અમને બહુ સન્માન હોઈ તેમની પ્રસંશા કરતાં પક્ષપાત થઈ જાય એ સ્વાભાવિક છે; અને તેથી જ અતિશયાક્તિના દોષથી અમે આરેાપિત ન થઇએ તેટલા માટે જાણી બુજીને અમે તેમના સાંસારિક, ધાર્મિક, રાજકીય, સાહિત્ય અને કેળવણીને લગતાં મ્યુનિસીપલ જનસેવા અને સાČજનિક કાર્યોંની આ પ્રસંગે નોંધ લેવાનું મેાકુફ રાખ્યું છે.
જેએ રા. અ. રમણભાઇના સહવાસમાં આવ્યા છે, જેમને તેમની કાર્ય પદ્ધતિ પરિચિત છે અને જેએ તેમના સાનિક કાર્યોથી સારી રીતે વાકેફ છે, તે કહી શકશે કે તેમની સાથેના પરિચયમાં આપણે સાલસાઈ અને સલુકાઈ ભરેલું વન અને રીતભાત અનુભવીએ છીએ; તેમની કાર્યરીતિ સરળ, એકમાર્ગી અને સત્યનિષ્ઠાથી પ્રેરાએલી પ્રામાણિક દૃષ્ટિગોચર થાય છે અને તેમના સાર્વજનિક જનસેવાના અને દેશાભિતનાં કામેા બહુ ઉદાર ભાવના અને ઉચ્ચ આદશ થી સિંચાઇને વિકાસ પામે છે.
એમના ‘નીલક′ ' ઉપનામમાંજ ઉપરના ગુણાનું બહુ સારૂં સૂચન થાય છે. અમે માનીએ છીએ કે તે ગુણે! પરંપરાથી તેમના વશમા ઉતરી આવીને રા. બ. રમણભાઇમાં પૂર્ણ રીતે વિકાસ પામીને દીપી નીકળ્યા છે. ‘ નીલકં। ' એ નામ શિવ-મહાદેવજીનું છે અને તે નામ શાથી પડયું એ પૈારાણિક આખ્યાયિકા બહુ જાણિતી છે.
દેવ અને દાનવેા મળીને સમુદ્ર મોંથન કર્યું અને તેમાંથી પ્રાપ્ત થએલું ઝેર શિવજીએ પાન કર્યું જેથી તે નીલકંઠ કહેવાયા એ કથા પ્રેા. આનદશંકરભાઇએ તેમની રસ અને મીઠાશભરી સમથ શૈલીમાં તેમના નીતિશિક્ષણુ ” નામના પુસ્તકમાં હુ સારી રીતે વવી છે તે, વિશેષ માહિતી સારૂં અમારા વાચકાને જોવાની ભલામણ કરીશું.
86