Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૧
અંગ્રેજીદ્વાર પાશ્ચાત્ય સાહિત્ય સરકૃતિના સંસર્ગમાં આવતાં જે અનેક વસ્તુઓ, રીતભાત, સંસ્થાઓ, ભાવનાએ આદિ નવીન પદાર્થોને પરિચય થયો છે તેને માટે યથાર્થ પદે તે ગુજરાતીમાં શોધ્યાં પણ જડતાં નથી. આથી માતૃભાષા પરત્વે તે આપણા મોટા ભાગના શિક્ષિત વર્ગની દશા મૂંગાને સ્વમ થયું હોય એવી લાચાર બની ગઈ છે ને તેમને જે નાનો ભાગ આ પરિસ્થિતિથી પર થઈને ભાષાન્તર, સાર લેખન કે સ્વતંત્ર ચર્ચા માટે પશ્ચિમનું જ્ઞાન આપણી ભાષામાં ઉતારવા મથે છે તેમના માર્ગમાં આવા પારિભાષિક શબ્દો પદે પદે મોટી મુશ્કેલી ઉભી કરે છે. એટલે કેઈ વ્યક્તિ અંગ્રેજી મારફતે અમુક વિષયને પાર પામેલ હોય ને ગુજરાતીમાં પિતાનું એ રીતે મેળવેલું જ્ઞાન ઠાલવવાની ઈચ્છા પણ હોય છતાં, કેવળ આવા પારિભાષિક શબ્દોની મુશ્કેલીને કારણે હાથ જોડી બેસી રહેવું પડે, એવા પ્રસંગે પણ આપણા દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં વિરલ નથી. તેથી પરિભાષા વિષયની આ મુંઝવણ ટાળવા માટે આ પ્રકારના સઘળા અંગ્રેજી શબ્દો એકઠા કરી તે દરેકને માટે અર્થવાહક પર્યાય ગુજરાતીમાં જ એક સંગ્રહ પ્રકટ કરવાની લાંબા વખતથી અગત્ય જણાઈ છે. આ અગત્યને પૂરી પાડવાને આ કેશ એ એક યતકિંચિત યત્ન છે. આમાં એવા સંગ્રહ કરતાં ભિન્નતા એટલી છે કે આમાંના પ્રતિશબ્દો કેઇ એક જ વ્યક્તિએ યોજેલા નથી તેમ એકી સપાટે પણ જેલા નથી, પરંતુ આખા ગુજરાતના છેલ્લાં પાસ વરસ જેટલા ગાળાના જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકોએ પોતપોતાનાં લખાણમાં જરૂર પડતાં જે જે પર્યાયો પ્રસંગોપાત જે તે સઘળા તેમની કૃતિઓમાંથી તારવી આંહી એકઠા કરવા યત્ન કર્યો છે. આ યોજનામાં બે લાભ રહ્યા છે એક તે એ કે એક જ વ્યક્તિ, મંડળ, કે સંસ્થા ઘડતરમાં જે મનસ્વિતા, અવિવિધતા, જડતા કે તરંગીપણું આવી જવાનો ભય રહે છે તેને માટે આમાં અવકાશ નથી, ને બીજું એ કે એક કરતાં વધુ લેખકના પર્યાય સાથે સાથે મુલા હેવાથી વિવેકપૂર્વક પસંદગી કરવાનું બહાળું ક્ષેત્ર ખુલ્લું રહે છે. એટલે એક રીતે આ કેશ ગુજરાતી પર્યાયને સંગ્રહ તેમ ઈતિહાસ ઉભય છે, ને તેથી પરિભાષા રસિકોને તે બેવડી રીતે ઉપયોગી થઈ પડશે એવી આશા છે. 'x
.
. . આ કેશની મહત્તા ઉપર દર્શાવ્યા પ્રમાણે એ છે કે એમાં સંગ્રહેલા * પારિભાષિક કાશ, પ્રરતાવના, પૃ. ૩-૪