Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૮
ધમપછાડા થવા પામત. જો કે તે વિષે આનરરી સેક્રેટરી પાસેથી અગાઉથી સંમતિ મેળવી હતી.
કહેવાનું તાત્પર્ય કે બુદ્ધિપ્રકાશના સંપાદન કાર્ય માં પુરતી સ્વતં ́ત્રતાના અભાવે અને એ કા કમિટીના વહિવટદ્વારા, જો કે તેની સીધી દેખરેખ નીચે નહિ, થતું હેાને તેમાં કેટલીક વ્યવહારુ મુશ્કેલી રહેતી; પણ સમય જતાં, અને વધુ અનુભવ મળેથી તેને સુધારવાના અને વિકસાવવાના અવકાશ મળશે, એવી આશામાં તેનું તંત્રીપદ અમે નભાવે જતા હતા.
સન ૧૯૧૨ ના આંકટોબર માસમાં લાલશ કરભાઈનું અવસાન થયું. ખીજે વર્ષે નવું કારાબારી મંડળ અધિકારમાં આવ્યું. અમારા વિરુદ્ધ કોષ્ટને અંગત કારણ કાંઈ નહેતું, પણ અમને જુના કાર્ય કર્તાઓના સહાયક તરીકે સમજવામાં આવતા; એથી અમારી સ્થિતિ બહુ ગંભીર અને કફોડી થઈ પડી હતી. સર રમણભાઇ અને અન્ય સભ્યાની નૈતિક હિમ્મત અમને મળી હાત નહિ તે આસિ. સેક્રેટરીના પદેથી તુરતજ અમે છૂટા થયા હોત.
અમારી મુશ્કેલીએ એક જ દાખલો આપીશ.
સન ૧૯૧૫ માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી હતી, તેમાં એક ઠરાવ પ્રાચીન ગુજરાતી સાહિત્યની હાથપ્રતા, ઇતિહાસ, કળા વગેરેના નમુનાઓ, અવશેષ, ચિત્રા, મૂતિઓ, સિક્કા વગેરેને સ ંગ્રહ થવા રજુ થયા હતા અને એ રાવનું અમે ત્યાં સમર્થન કર્યું હતું.
તે સમયે ગુજરાત સાહિત્ય સભાના અમે મત્રી હતા, તેથી ઉપરાક્ત રાવને અમલમાં મૂકવા અમદાવાદમાં સાહિત્ય કળાનું પ્રદર્શન ખીજે વર્ષે અમે યજ્યું હતું અને તેના ઉદ્ઘાટન વિધિ પ્રે!. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવના શુભ હસ્તે કરાવવામાં આવ્યા હતા; અને તે પ્રદર્શન સર્વ રીતે આકષ ક નિવડયું હતું. પણ અમે તેના મુખ્ય સંચાલક હતા તેથી અમને કનડગત કરવા ખાતર પ્રેમાભાઈ હાલના ઉપયાગ કરવા બદલ એ પ્રદનનું હાલનું ભાડું લેવા દબાણ થયું હતું; એટલુંજ નહિ પણ “ વસંત વિલાસ ” જેવું જીની ગુજરાતી ભાષાના નમુનાની સુંદર હાયવ્રત, તેમાંનાં ચિત્રાને બિભત્સ જણાવી, વાંધાભરી ગણવામાં આવી હતા, જે હાથપ્રતને લંડનની ઇન્ડિયા સાસાઇટીએ શ્રીયુત એન. સી. મહેતાના પ્રયત્નથી એમની પાસેજ સપાદન કરાવી હાલમાં પ્રસિદ્ધ કરી .છે, અને વ માનપત્રામાં તે વિષે કેટલીક નિરથ ક ચર્ચા કરવામાં આવી હતી.
'