Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૫ સાઈટી સાથેના સંબંધમાં એમને એજ સેવાભાવ નજરે પડે છે. અનેક વ્યવસાયમાં રોકાયેલા રહેવા છતાં, એમણે સોસાઈટીના કાર્યને પ્રથમ પસંદગી આપી છે એમ અમે જાતમાહિતી પરથી કહીએ છીએ.
સેસાઇટીના નિયમ સુધારવાને પ્રશ્ન ઉપસ્થિત થતાં કમિટીએ મને તેને ખરડે તયાર કરી આપવાનું સેપ્યું હતું. તે આગમચ અમદાવાદ લે સંસાઈટીનું બંધારણ એમણે ઘડયું હતું. સોસાઈટીનું બંધારણ નવેસર કરવાનું નહોતું પણ તેમાં જરૂરી અને ઘટતા ફેરફાર, સુધારા વધારા સૂચવવાના હતા અને તેથી તે કઠિન અને શ્રમસાધ્ય કામ હતું.
એ નવું સુધારેલું બંધારણ અમે પરિશિષ્ટમાં આપીએ છીએ, તે પાછલા ધારાધોરણ સાથે સરખાવી જેવાથી એની વિશિષ્ટતા વાચકના ધ્યાનમાં આવશે.
એ કાનુનને એમણે વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે, એટલું જ નહિ પણ તેના એવા વિભાગ પાડ્યા છે કે દરેક અંગને તેના કર્તવ્ય, જવાબદારી અને અધિકાર સમજવામાં આવે, તેની સાથે સોસાઇટીનું હિત બરોબર સચવાઈ ને સલામત રહે, એ મુદ્દે પણ તેમાં ભૂલાય નથી.
આ કાર્ય એમને અવકાશ કરવાનું હતું એટલે પુરસદ મળતી ત્યારે એઓ તે કરતા; પણ એવામાં એસાઈટીને બ્રહ્મચારીની વાડીના ટ્રસ્ટના અંગે કોર્ટમાં ખેંચાવું પડયું, તે કામમાં એમની મદદ બહુ કિમતી થઈ પડી હતી. એમણે ઈર્યું હોત તો તે કાર્ય બદલ તેઓ સારી ફી મેળવી શકત; પણ, નહિ, જાહેર કાર્ય સેવાભાવથીજ કરવું જોઈએ, એ સિદ્ધાંતમાં તેઓ માનનારા છે, તેથી તે એકલા સેસાઇટીનાં કામમાં જ નહિ પણ એવા સઘળાં સાર્વજનિક કામોમાં એમણે નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અખત્યાર કરેલી છે. તેમાંય એમનું નૈતિક ધોરણ વિશેષ રીતે દીપી ઉઠે છે, જે કારણે તેઓ સેને વિશ્વાસ સંપાદન કરી શક્યા છે, અને પ્રીતિપાત્ર નિવડયા છે.
“લોકહિતવાદીએ અગાઉ અમદાવાદની અને એન. સેક્રેટરી તરીકે સાઈટીની સરસ સેવા કરી હતી. તેઓ અહિં મુસાફર જેવા હતા. પણ શ્રીયુત માવલંકરે ગુજરાતને પિતાનું વતન ગયું છે, એમને જન્મ વડોદરામાં થયે હ; અને એક ગુજરાતી તરીકે તેઓ, સોસાઈટીની, શહેરની અને સમાજની જે અપ્રતિમ અને ભક્તિભરી સેવા કરી રહ્યા છે, તે કારણે મેં એમના પ્રતિ બહુ માન અને પ્રેમથી જુએ છે, અને એમનાં ગુણગાન ગાય છે.