Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૧
પ્રકીર્ણ. (૩૧) પાંચ રૂપિયા આપનાર વાર્ષિક સભાસદને સંસાઈટી તરફથી પ્રકટ થતું માસિક “બુદ્ધિપ્રકાશ” ભેટ મળશે અને કારોબારી સભા વખતેવખત પુસ્તકાલય માટે પેટા નિયમ કરે તદનુસાર સોસાઈટીના સંગ્રહમાંનાં પુસ્તક, માસિકે વગેરે વાંચવાને તેને હક્ક રહેશે.
(૩ર) આજીવન સભાસદને નિયમ ૩૧ માં દર્શાવ્યા મુજબના લાભ ઉપરાંત સાઈટી એક રૂપિયાની કિંમત સુધીનાં જે નવાં પુસ્તકો છપાવે તે દરેકની એક નકલ ભેટ મળશે.
(૩૩) એક રૂપિયા ઉપરની કિંમતની ચૂંપડી સાઈટી તરફથી પહેલી વાર પ્રસિદ્ધ થાય તે પડી કે આજીવન સભાસદ લેવા ઇચ્છે તે નિયમ પ્રમાણે તેની એક નકલ બદલ પહેલી વાર તેની છાપેલી કિંમતથી રૂપિયા એક ઓછો લેવામાં આવશે.
(૩૪) આશ્રયદાતાને અને એનરરી સભાસદને સંસાઈટીનું માસિક બુદ્ધિપ્રકાશ” તેમ સોસાઈટીનાં નવાં પ્રકાશનોની એકેક પ્રત ભેટ મળશે, અને કારેબારી સભાએ વખતોવખત મંજુર કરેલા નિયમ મુજબ સસાઈટીના સંગ્રહમાંની પુસ્તક અને માસિક વગેરે વાંચવાને હકક છે.
(૩૫) કઈ સાર્વજનિક પુસ્તકાલય સેસાઇટીમાં રજીસ્ટર પુસ્તકાલય તરીકે નોંધાવાને ઈચછે તે તેની પાસે રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફીના અગાઉથી લેવામાં આવશે.
જે પુસ્તકાલય ઉપર મુજબ રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ની આપી હશે અને જેને કારોબારી સભાએ દાખલ કરવાની મંજુરી આપી હશે તેને, તે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી, આજીવન સભાસદની માફક “બુદ્ધિપ્રકાશ” માસિક અને નવાં ભેટનાં પુસ્તકોને લાભ મળતો રહેશે; પણ તે મોકલી આપવાને રેલ્વે પારસલ અથવા પિષ્ટલ ખર્ચ તે પુસ્તકાલયે આપ પડશે.
(૩૬) કારોબારી સભા કઈ પુસ્તકાલયને રજીસ્ટર પુસ્તકાલય તરીકે દાખલ કરવા, તે માટે કાંઈ કારણ દર્શાવ્યા વિના ના પાડી શકશે.