Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૦
ક્ષયનું દરદ તા કારમું છે અને તે અસાધ્ય રાગ ગણાય છે. પણ તેને ઉગતા દાખવામાં આવે છે તેા દરદી તેના ભયમાંથી મુક્ત થઇ શકે છે. એ સંબંધમાં દવા કરતાં ખારાક એને બહુ સહાયકો નીવડે છે. એ રેગને લગતી વિશ્વસનીય માહિતી ડેા. શંભુપ્રસાદ દશરથલાલના નિબંધમાંથી મળશે. એ નિબંધ એમણે પ્રથમ ઈંગ્રેજીમાં લખ્યા હતા, અને તે બદલ એમને ઈનામ પણ મળ્યું હતું. તે પરથી એની ઉત્તમતા તેમ ઉપયોગિતા જોઈ શકાશે.
દર વર્ષે એકાદ માસ ક પખવાડીયું એવું આવે છે, કે જેમાં એરી, બળીઓ, અછાડા વગેરેના ખૂબ વાવર હોય છે, અને લેાકની અજ્ઞાનતાને લને સેકડા બાળકો એ રે ગાને ભાગ થઇ પડે છે, અને જે બચે છે, એ રાગને લ”ને તેમાંના કેટલાંક કાંઈંને કાંઈ પ્રકારની ઇજા પામે છે. ડે। બાલકૃષ્ણ અમરજી પાઠક પાશ્ચાત્ય પદ્ધતિએ શિક્ષણ પામેલા એમ. બી. બી. એસ;ની ઉપાધિવાળા એક બાહોશ ડેકટર છે; તે ઉપરાંત તેઓ આયુર્વેદનું બહુ સારૂં જ્ઞાન ધરાવે છે. પણ એ સૌમાં આપણું વિશેષ ધ્યાન ખેંચે એવા એમના સાહિત્ય પ્રતિ અનુરાગ છે. પ્રાચીન આયુર્વેદ સાહિત્યનું સ’શોધન અને સંપાદન કાર્યાં હાલમાં તેઓ આદરી રહ્યા છે, અને આપણુ ગુજરાતી માસિકામાં જેઓ એમના લેખો વાંચે છે એમની ખાત્રી છે કે એમની કલમમાંથી જે કાંઈ લખાઇ આવે છે, તે એકલું માહિતીભર્યુંજ નહિ, પણ અનુભવવાળુ અને વિચારપૂર્ણ હોય છે; તેથી તે વિશેષ આદરપાત્ર થઇ પડે છે.
એરી, અછબડા વિષે એમણે સદરહુ ભાષણ લખી આપ્યું હતું, અને અમારી ખાત્રી છે કે જનતાને તે ઉપકારક થઇ પડશે.
÷