Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૫
બધું સ્પષ્ટ રીતે અને ખુલ્લુ જણાવી દેવાને બેધપાઠ અમે શિખ્યા અને તે અમને જીવનમાં બહુ ઉપયોગી અને લાભદાયી માલુમ પડ્યો છે; અને એ રીતિથી અમે કદી નાહક મનોવ્યથા જાણી નથી.
સત્સંગ જેમ સુખદાયી અને પ્રોત્સાહક નિવડે છે, તેમ એમની પાસે કામ કરવામાં અમે પુરતી આશાએશ, અને શાન્તિ મેળવ્યાં છે. અને એમનું સજન્ય તે કદિ વિસરાય એમ નથી. સંસાઈટીનું કામ હોય તે તેઓ ઓફીસમાં જાતે આવ્યા હશે પણ એમણે એમની પાસે અમને બોલાવ્યાનું કદિ જાણ્યું નથી.
એમ નેતિક જીવને તે અમારા પર ખૂબ છાપ પાડી હતી, તેઓ નીતિમાં સંપૂર્ણપણે માનતા અને તે પ્રમાણે મક્કમતાથી વર્તતા હતા. એમના જેવું પ્રમાણિકપણું અમે બહુ થેડા મનુષ્યોમાં જોયું છે; અને એમનું ચારિત્ર જેમ પ્રસંશનીય તેમ અનુકરણીય અમને જણાયું છે.
ઉપર લાલશંકરના વીમાના પ્રસંગને અમે ઉલ્લેખ કર્યો છે, તેની ચર્ચા કમિટીમાં ઉપસ્થિત થતાં ભાઈશંકરે એમને કોર્ટને બાઉ બતાવ્યો હતા, પણ રમણભાઈએ તે ચેલંજને સ્વીકારી લેતા જણાવ્યું હતું કે, સૌને ન્યાય તોળવાવાળો પ્રભુ ઉપર બેઠેલે છે અને તે અન્યાય કદિ સાંખી શકશે નહિ.
ન્યાય અને નીતિમાં, સત્યમાં અને પ્રભુના પ્રેમમાં એમની અડગ શ્રદ્ધા હતી; અને એમનું જીવન રહસ્ય સમજવાને એ સૂત્ર તેના ચાવીરૂપ છે.
ઉપરોક્ત વીમાના પ્રશ્નના અંગે અમારા ઉપર પણ કેટલીક તવાઈ આવી પડી હતી અને અમે એવા હતાશ પામી ગયા હતા કે જે રમણભાઈ સાહેબની સહાયતા અને સહાનુભૂતિ અમારા પ્રતિ ન હોત તે તે દિવસથી
સાઈટીમાંથી છુટા થયા હતા. પણ પરમાત્માની ગતિ કંઈ ન્યારી છે. એમની હૂંફથી અમે એ કટોકટીના દિવસે વટાવી શક્યા હતા અને એમનું એ ઋણ અમે કદિ વિસરી શકીશું નહિ.
સર રમણભાઈના હસ્તક સોસાઈટીનું સુકાન આવ્યા પછી તેની પ્રગતિનો ઈતિહાસ આ પુસ્તક છે; અને એ સઘળું કામકાજ એવી રીતે થયેલું છે કે આ કામ અમુક વ્યક્તિએ કર્યું; અથવા તે અમુક કામમાં ફલાણાને હાથ હો એમ તેને ભેદ પાડી શકાય નહિ; પણ એટલું નિર્વિવાદ છે કે સન ૧૯૨૦ પછી સેસાઈનું તંત્ર કશા ઘર્ષણ વિના, એકસંપથી અને સાને સહકાર મેળવીને પ્રગતિમાન રહ્યું છે અને એ તેની સફળતાનું કારણ મુખ્યત્વે એમનું વ્યક્તિત્વ હતું.