Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૭
સેસાઇટી તેના કેન્દ્રરૂપ થઈ પડતી; અને એ પ્રવૃત્તિ અંગની સભાઓ પણ સોસાઈટીની ઓફીસમાં વારંવાર થતી હતી.
. એમની લોકપ્રિયતા પહેલેથી હતી અને તે કેવી સર્વદેશી હતી તે બતાવવા એક પ્રસંગ અહિં નેંધીશું, તે જેમ અપૂર્વ તેમ અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ હતે.
સન ૧૯૧૨માં રમણભાઈને રા. બા.ને ઇલકાબ સરકારે બો હતો, ત્યારે જે અભિનંદને મળ્યાં તેમાં અમદાવાદનાં વર્તમાનપત્રો, માસિક અને પ્રેસ માલીકેએ પણ એક માનપત્ર એનાયત કર્યું હતું.
છાપખાનાવાળાઓ સાથે એમને સીધે સંબંધ ન હતું, જે કે અમદાવાદમાં પહેલવહેલું ટાઈપનું પ્રેસ આણવાને યશ મહીપતરામભાઈને છે. ઘણું વર્ષોથી તેઓ “જ્ઞાનસુધા” ચલાવતા હતા. એ એમને એક પત્રકાર તરીકે વર્તમાનપત્રો સાથેનો સંબંધ કહેવાય પણ એ સને એમના પ્રતિ એટલો બધે સભાવ હતું કે એઓએ એ લાગણી વ્યક્ત કરવા સારૂ એમને એક માનપત્ર આપવા ઉપરોક્ત પ્રસંગને ઉપયોગ કર્યો હતો.
એ બનાવની નોંધ અમે તે વખતે બુદ્ધિપ્રકાશમાં લીધી હતી, તે પરિશિષ્ટમાં આપીએ છીએ.
તે પછી લાંબા ગાળે એઓ શરીરે અશક્ત થઈ પડ્યા બાદ નામદાર સરકારે એમને નાઈટહુડ ને ઈલકાબ નવાજેશ કર્યો હતો. એમને મળેલા એ માનથી સૈ કોઈ ખુશ થયા હતા. શહેરીઓએ એમને એક જાહેર માનપત્ર અપને એમની અનેકવિધ સેવાની યોગ્ય કદર કરી હતી અને સોસાઈટીએ પણ તેમને એ પ્રસંગે પિતાના હર્ષની લાગણી પ્રદર્શિત કરતું એક માનપત્ર આપ્યું હતું, તેને વૃત્તાંત કમિટીના પ્રોસિડિંગ્સમાંથી આપીએ છીએ.
સર રમણભાઈને અભિનંદન ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી સર રમણભાઈને નાઈટહૂડને ઈલકાબ મળ્યો તે માટે અભિનંદન આપવા મેનેજીંગ કમિટીનું એક ડેપ્યુટેશન તા. ૨૧મી જાન્યુઆરી ૧૯૨૭ને શુક્રવારે સવારે નવ વાગે એઓના બંગલે ભદ્રમાં ગયું હતું. તે વખતે નીચેનું માનપત્ર આસિસ્ટન્ટ સેક્રેટરી હીરાલાલ પારેખે વાંચી સંભળાવ્યું હતું. તે પછી કમિટીના સભ્યો તરફથી સુંદર ચાંદીને ટી સેટ મે. પ્રમુખ રા. બા. કેશવલાલ ધ્રુવે અર્પણ કર્યા, પછી, એઓને દીર્ધાયુ ઈછી હારપાન આપી પાછું ફર્યું હતું –