Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૫૬
એ સમય દરમિયાન સોસાઈટી સર્વ રીતે આબાદ, સમૃદ્ધ અને પ્રગતિમાન થયેલી છે, તેની પ્રતીતિ એની સભાસદ સંખ્યામાં વધારે, તેને મળેલાં સંખ્યાબંધ નવાં ટ્રસ્ટફડ, તેનાં પ્રકાશની વિવિધતા અને મોટી સંખ્યા તેમ તેણે ઉપાડી લીધેલી લોકોપકારી પ્રવૃત્તિઓ, તે પરથી થશે. - સર રમણભાઈ જીવનના જે ક્ષેત્રમાં પડતા તેમાં અગ્રસ્થાને જઈને બેસતા અને એ સર્વમાં એમના વ્યક્તિત્વની છાપ જણાતી હતી. સાહિત્યનું, સમાજસેવાનું, સંસારસુધારાનું, મ્યુનિસિપાલિટીનું કે દેશનું કોઈ પણ કાર્ય તેઓ હાથ ધરતા તે એવી લાગણીથી અને મમત્વથી કરતા કે એ વડે તે કાર્ય ખીલી અને દીપી ઊઠતું હતું.
એમને મનોનિગ્રહ એ જબરે હતું કે એક અવધાનીની પેઠે જુદાં જુદાં કામોમાં તેઓ એમનું ચિત્ત પરોવી શકતા અને એથી સા અજાયબ થતા હતા. કેટલીકવાર એવું બનતું હતું કે પિતે કેઈ કેસમાં રોકાયેલા હોય તે દરમિયાન ચાલુ કામે તે ભેગું બીજું કામ પણ તેઓ કરતા. પણ એમનું મગજ એટલું સાવચેત રહેતું કે એ કામમાં કે ઈ મુદ્દો કે દલીલ એમના ધ્યાનબહાર જતી નહિ,
પુસ્તક વાંચે તે પણ કટકે કટકે, કાંઇક સમય મળે એટલે એમની બેગમાંથી તે પુસ્તક કાઢે અને જ્યાંથી અધૂરું રહ્યું હોય ત્યાંથી આગળ ચલાવે; તે પણ આગળ વાંચેલો ભાગ તેઓ ભૂલતા નહિ. એવી એમની તીવ્ર સ્મૃતિ હતી. એમના લેખે, વ્યાખ્યાને આ રીતે તૈયાર કરતા અમે એમને ઘણીવાર નિહાળ્યા છે, પણ તે લખાણ એવું સ્પષ્ટ, મુદ્દાસર, સળંગ અને વેગવંતું ચાલે જતું કે તેને બીજીવાર સુધારવાની પણ જરૂર રહેતી નહિ; એજ નકલ તેઓ છાપખાનામાં મોકલી આપતા; અને જે કાંઈ સુધારે કરે યોગ્ય જણાય તે તેઓ પ્રફમાં કરતા હતા.
- સર સયાજીરાવને સોસાઇટી તરફથી એઓશ્રીની જ્યુબિલિ પ્રસંગે માનપત્ર આપવાનું હતું, તે માટે જુજ દિવસે હતા. અને રમણભાઈનું જીવન વ્યવસાયી, અનેક કાર્યોમાં દબાયેલું; પણ ડ્રાફટ વગેરે કામમાં એવા કુશળ થઈ ગયા હતા કે અડધા કલાકમાં એમણે સદરહુ માનપત્રનું કામ પતાવી નાખ્યું હતું. અગત્યના કામ માટે પણ પૂર્વ તૈયારીની એમને જરૂર રહેતી નહિ.
એમની પ્રવૃત્તિ અમુક કાર્યમાં મર્યાદિત હતી એમ નહોતું. શહેરની તમામ સાર્વજનિક પ્રવૃત્તિમાં તેઓ આગળ હેયજ; અને તેને લઈને