Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૫
આરોગ્ય અને જનસુખાકારી "Flealth is our most precious possession, because it is the first condition of prolonged usefulness.”
His Highness the Maharaja
Sir Sayajirao Gaikwar. સ્વર્ગસ્થ દી. બા. અંબાલાલ સાકરલાલ શરીરની સંભાળ માટે બહુ ચીવટ રાખતા હતા; અને જે કોઈ એમના પરિચયમાં આવે તેમને તેઓ શરીર સાચવવા, કસરત કરવા અને આહાર વિહારમાં દરકાર રાખવા વારંવાર ઉપદેશ કરતા હતા.
તેઓ હમેશા કહેતા કે દવાખાનામાં ડોકટરોએ દરદીને જે તે રોગની દવા આપીને, ફરીને તે રોગ ન ઉભળે તે સારૂ, તે વિષે જરૂરી માહિતી આપે તે જરૂરનું છે. તેઓ માનતા કે રેગ મટાડવો તેના કરતાં તેને થત અટકાવવો એ જ ઇચ્છનીય છે.
સાઈટીના તેઓ પ્રમુખ હતા તે અરસામાં પાલીતાણા સંસ્થાનના આરોગ્ય ખાતાના ડેકટર હેરમસજી બહેરામજી દસ્તુરે “નિરોગી રહેવાના ઉપાય” એ નામનું પુસ્તક લખી સોસાઈટીને તે પ્રસિદ્ધ કરવાનું જણાવ્યું હતું. એ વિષય પ્રતિ દી. બા. અંબાલાલને પક્ષપાત જાણતા હતા. એટલે કમિટીએ એમને જ તે લખાણ અભિપ્રાય સારું મોકલ્યું હતું. એમને એ પુરતકની નિરૂપણ શૈલી પસંદ પડી અને તે છપાવવાની તરફેણમાં પિતાનો અભિપ્રાય લખી મોકલ્યો હતો. એમાં લેખકે આરોગ્યનાં મૂળત એવી સ્પષ્ટતાથી અને સરળ ભાષામાં દર્શાવ્યાં છે કે સામાન્ય વાચક પણ સહજમાં તે સમજી શકે.
સસાઈટીની એમની આગળના પ્રમુખ રા. બા. રણછોડલાલ દી. બા. અંબાલાલની પેઠે આરોગ્યના પ્રશ્નમાં ખૂબ રસ લેતા અને આહાર વિહારમાં એમના જેવા જ આગ્રહી હતા.
રા. બા. રણછોડલાલે અમદાવાદ શહેરની અનેક પ્રકારની અને ઉત્તમ સેવા કરેલી છે અને શહેરનું આરોગ્ય આટલું ટકેલું છે, તે એમની દુરંદેશીભરી અને હેટી શહેરસુધરાઈની યોજનાઓને આભારી છે.