Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪૩
જનતામાં આરોગ્યજ્ઞાનના પ્રચાર અર્થે રૂ. ૨૦૦૦) નું ટ્રસ્ટ ફંડ એમણે સોસાઇટીને સેપ્યું હતું, એ એમની દીર્ધદષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે; અને રણછોડલાલ હોમ મેડિકલ રિલિકની યેજના અને રણછોડલાલ દવાખાનું પાંચકુવા બહાર, એ જેમ એમની વ્યવહારૂ કાર્યદક્ષતાના તેમ ઉદાર સખાવતના પ્રત્યક્ષ પદાર્થપાઠ છે.
સેસાઇટીને જે ફંડ સંપાયું હતું તેનો ઉદ્દેશ એના વ્યાજમાંથી વખતેવખત આરોગ્ય, શહેર સુધરાઈ માદકપદાર્થ નિષેધ, રોગ, તેનું કારણ, ચિકિત્સા વગેરે વિષયો પર, એ વિષયના નિષ્ણુત અને આધકારી પુરુષો પાસે હરિફાઈથી નિબંધ લખાવી મંગાવી, એમાંથી ગ્યને રૂ. ૫૦ નું ઈનામ આપી તે નિબંધ છપાવવાને છે; તેમ કોઈ સ્વતંત્ર પુસ્તક પણ એ વિષય પર પ્રસંગોપાત લખાવવામાં આવે છે.
આજ સુધીમાં એ ફંડમાંથી નાનાં હેટાં ૨૪ પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં છે અને તે ગુજરાતી જનતાને આરેગ્ય અને તેના અંગના વિષય પર માહિતી મેળવવા પુરતું વાચન સાહિત્ય પૂરું પાડે છે.
સામાન્ય આરેગ્ય વિષે પાંચ ચોપડીઓ છે, તેમાંની “નિરોગી રહેવાના ઉપાય’ વિષે અગાઉ કહેવાયું છે.
સાર્વજનિક આરોગ્ય વિષે ભાષણ નં. ૨ માં આપણું લેકની રીતિ નીતિ અને સ્થિતિ વર્ણવી, તેમાં આવશ્યક સુધારા સૂચવ્યા છે, તેના મુદ્દા નીચેના પિરામાં આવી જાય છે
“આપણી ખામીઓ શી શી છે તે વચ્ચે વચ્ચે બતાવવાનો પ્રયત્ન કરેલો છે, તે ઉપરથી તેમજ બીજા સુધરેલા દેશની સાથે સરખાણમાં આપણે સાર્વજનિક આરોગ્યની સ્થિતિ હજી પછાત છે, તે બતાવવા આની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે ઉપરથી સમજી શકાશે કે હજુ આપણું સાર્વજનિક આરોગ્ય સુધારવા માટે ઘણા પ્રયા કરવાના બાકી છે.'
ડે. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારિયા નૈસર્ગિક ઉપચાર પદ્ધતિના પ્રચારક છે; અને અમેરિકા જઈને એમણે એ વિષયમાં સારી તાલીમ લીધી છે. એમના પિતાશ્રી પણ એક પ્રસિદ્ધ વદ્યા હતા અને કેટલાંક વર્ષો સુધી તેમણે આરોગ્યને લગતું એક માસિક ચલાવ્યું હતું. એ સર્વ સંસ્કારે ડે. મહાદેવપ્રસાદને પ્રથમથી પ્રાપ્ત થયા હતા. તેઓ એ વિષયમાં ઉંડા ઉતરેલા છે, એમ એમનું પ્રસ્તુત વ્યાખ્યાન વાચતાં પ્રતીતિ થશે એમાંથી થોડાક ભાગ નમુનારૂપે ઉતારીએ છીએ –
* સાવર્જનિક આરોગ્ય વિશે ભાષણ નં. ૨, પૃ. ૯૨.