Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૭
- જે ગામમાં માખીઓના બણબણાટ હેય એ ગામને શરમ છે. એવું એક આરોગ્યશાસ્ત્રીનું વચન છે. પણ આપણા હિન્દુસ્તાનનાં તમામ શહેર કે ગામડાં જેશે તે ભાગ્યે જ કોઈ ભાખી વગરનું હશે. ગામમાં માખીઓ, ઘરમાં માખીઓ અને જમતી વખતે પણ એક હાથે માખીઓ ઉડાડતા જવું પડે છે ને ખાવું પડે છે.
માખી મારફતે ટાઈફોડ એટલે આંતરડાના સજાના તાવ, કેલેરા, ઝાડા અને મરડા ઈત્યાદિ રોગો ફેલાય છે. છોકરાંને કરમિયા-કૃમિ થાય છે તે પણ માખીઓ મારફત દાખલ થાય છે, બળિયાના ચેપ, ગડગુમડ, ખસ, કોહ, આંખના રોગે એ બધું માખીઓ કમિશન એજન્ટ થઈને ફરે છે-ઉડે છે એથી પ્રસરે છે.
ગમે ત્યાં ઝાડે ફરવા બેસવાથી, છેકરાંને પિળોમાં છુટાં ઝાડે ફરાવવાથી, ગળફા, લીટ. પરું ઇત્યાદિ સંભાળ વગર ફાવે ત્યાં નાખવાથી માખીઓ વધે છે.
વિલિયર્સ ડી લકે, આદર્શ સુધરાઈ ખાતું સ્થાપ્યું. અને પેલો નગરશેઠને દીકરો એને પ્રમુખ થયો. સ્વચ્છ, આપણું રડાં પાણિયારાં કે મંદિર કરતાંએ સ્વચ્છ, એવા એમણે જાજરૂ કર્યો. કચરા કેમ નાખવા એના નિયમ ઘડ્યા. ગળફા કે પરૂ તે દરેક જણ બાળી જ નાખે એવી ગોઠવણો અને ગંદકી, ચેપ અને દુર્ગધ તમામનો ગામમાંથી નાશ કર્યો. એટલે માખીઓ તે ત્યાં શેધી પણ ન જડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ
બહારગામમાંથી કોઈ રોગી આવે તે એને માટે સુતક જેવા કરેન્ટાઈન ” ના બંદોબસ્ત; ક્ષય, કે બીજા ચેપી રોગોને માટે પણ એવી વ્યવસ્થા.
- સ્ત્રીઓ, બેજવવાળી થાય ત્યારથી એમની નોંધ થાય. ગામને ખર્ચે, દાઈઓ અને સ્ત્રી દાક્તરે એમને વારંવાર તપાસે. ચેખાં, ખુલ્લા હવા અજવાળાવાળાં ગામને ખર્ચે બંધાયેલાં સુવાવડ ખાનામાં સ્ત્રીઓની સુવાવડ થાય, એવા બંદોબસ્ત થયા.
આમ બાળકને સંભાળતાં, બાળકની માતાઓ પણ સુરક્ષિત થઈ ગઈ. સુવાવડમાં કેઇનાં મરણ ન થયાં એટલું જ નહિ પણ આખા ગામમાં કસુવાવડ થતી પણ અટકી ગઈ.”
આજ વિષય પર પોતે ડોકટર નથી પણ આરોગ્યના વિષયોમાં ઘણા વર્ષોથી રસ લે છે એટલું જ નહિ પણ ભરૂચ અને અમદાવાદ સેનિટરી
• બાલકલ્યાણ પૃ. ૨. ૧-૩.