Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૪
ગુજરાત વર્નાકયુલર સાસાઈટીના નિયમ
૧.
ઉદ્દેશ.
(૧) ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્કર્ષ કરવા, ઉપયેાગી જ્ઞાનનો પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી એ સાસાટીના ઉદ્દેશ છે.
.
કાર્યાલય.
(૨) આ સાસાઈટીનું કાર્યાલય અમદાવાદમાં રહેશે.
3. સભાસદ
(૩) લખી વાંચી જાણે એવા કોઇ પણ પુરૂષ અથવા સ્ત્રી સાસાઈટીના સભાસદ થઈ શકશે; પરંતુ અરાઢ વર્ષની ઉમર પુરી થયા પહેલાં કાષ્ઠ પણ સભાસદ કાઇ પણ મિટિંગમાં મત આપી શકશે નહિ.
(૪) સેાસાઇટી ચાર પ્રકારના સભાસદોની બનશે: આશ્રયદાતા; આવન સભાસદ; વાર્ષિક સભાસદ અને આનરરી સભાસદ.
જેએ રૂ. ૧૦૦૦ કે વધુ રકમ બક્ષીસ આપે અને જેમને કારેાખારી સભા પસંદ કરે તે સાસાઇટીના આશ્રયદાતા થશે.
જેએ રૂ. ૫૦ કે વધુ રકમ અગાઉથી આપશે, તે આજીવન સભાસદ થશે; પરંતુ અપવાદરૂપ રૂ. ૩૦)ના માસિક પગારની અંદરના મહેતાજીને રૂ. ૨૫ કે વધુ રકમ અગાઉથી આપેથી આજીવન સભાસદ કરવામાં આવશે.
જેએ રૂ. ૫ દર વર્ષે અગાઉથી આપશે તે વાર્ષિક સભાસદ થશે.
આજીવન સભાસદ તથા વાર્ષિક સભાસદ થવા ઇચ્છનારે કારેાખારી સભાને અરજી કરેથી, તે સભાને કંઈ હરકત નહિ જણાય તે તેમને દાખલ કરશે.
માન આપવા ખાતર કારોબારી સભા આનરરી સભાસદ નીમશે.