Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૩
સાસાઇટીના એન. સેક્રેટરી જ્યાં સુધી ધારાશાસ્ત્રી હતા ત્યાં સુધી તેના વહિવટમાં કાયદાની ગુંચ ઝાઝી નડતી નહિ; તેઓ પેખતે તે ગુંચતા ઉકેલ કરતા હતા. પણ સર રમણભાઈની માંદગી દરમિયાન અને તેમના મૃત્યુબાદ એવા પ્રશ્નો ઉભા થયા હતા કે જ્યાં કાયદાના નિષ્ણાતની સલાહ લેવી એ અગત્યનું થઈ પડે.
જેને આપણે બધારણના વિકાસવા ક્રાંતિ કહીએ (growth or evolution of constitution ) એવું સેાસાઇટીના બંધારણના સબંધમાં જોવામાં આવે છે. જેમ ફારસી કહેવતમાં કહેલું છે કે ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે; એ રીતે સોસાઈટીના વિકાસ અને ખીલવણી એ આવશ્યક અને પ્રધાન વસ્તુ છે, તેના સુવહિવટ અને સુરક્ષણ માટે કાયદા અગત્યના છે પણ તે ગાણુ વસ્તુ છે. અને સેાસાઇટીના કાર્યકર્તાએ, પાછલા વૃત્તાંત પરથી વાચક જોઇ શકશે કે, એ ધેારણે કાય કરેલું છે.
સર રમણભાઈના અવસાન પછી અગાઉ જણાવ્યું તેમ સાસાઇટીને એક સારા કાયદાના સલાહકારતી વારવાર જરૂર પડવા માંડી અને સારા નસીએ તે કાય` સારૂ એક સેવાપરાયણ અને કર્તવ્યનિષ્ઠ વકીલ મળી ગયા. તે શ્રીયુત ગણેશ વાસુદેવ માવલંકર છે, જેમનું નામ એકલા અમદાવાદમાંજ નહિ પણ સમસ્ત ગુજરાતમાં પ્રથમ પંકિતના એક જાહેર કાર્યકર્તા તરીકે સુપ્રસિદ્ધ છે.
ગુજરાતને જ પોતાનું વતન કરી રહેલા કેટલાંક મહારાષ્ટ્રીય કુટુમાં શ્રીયુત માવલંકરનું કુટુંબ જુનું તેમ જાણીતું છે. એમના વડીલે પ્રથમ રસદમાં વસેલા; અને એમના માટાભાઇનું મૃત્યુ થતાં લક્ષ્મણરાવ અમદાવાદ આવેલા, અને ત્યારથી એ કુટુંબ દોઢસોથી વધુ વર્ષ થયાં અમદાવાદમાં સ્થાયી ધર કરી રહેલું છે. લક્ષ્મણરાવના પુત્ર નરસેપ તે અમદાવાદમાં બહુ સારી નામના મેળવી હતી, અને તેએ સરકારના વિશ્વાસપાત્ર અધિકારી હતા. રૂ. છતા માસિક પગારથી એમણે તલાટી તરીકે જીવન શરૂ કર્યું હતું તે રૂા. ૭૦૦) ના કમિશનરના દફ્તરદારના હાદ્દા સુધી પહોંચ્યા હતા; એટલુંજ નહિ પણ પ્રામાણિકતા અને બહેાશીથી અંગ્રેજી અમલદારાને પ્રેમ સંપાદન કરી પાલખીનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. અને એ ગામા ઇનામમાં મેળવ્યાં હતાં. એમના એક પુત્ર વિષ્ણુપ તે સાસાઇટીમાં જોડાઈ તેના આશ્રય હેઠળ ચાલતી વિદ્યાભ્યાસક મંડળી સમક્ષ વિદ્યા ” એ