Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧
::
એવા પ્રકારની પુસ્તકપ્રકાશન સંબંધમાં સહકાર કરવાની યેાજના પૂર્વે અમે યુગધર્માંમાં “ આપણી સાહિત્ય સ`સ્થાએ ” એ વિષે લખતાં ચર્ચી હતી; અને અમને ભાઇશ્રી રાયચુરાના વિચાર પસંદ પડયા તેથી તે સાથે સંમત થઈ, એ પ્રશ્ન વિષે શારદાના તંત્રી અંકમાં એક જાહેરપત્ર લખી મેાકલવાનું સ્વીકાર્યું, અને એ પત્ર અમારા ખ'નેની સંયુક્ત સહીથી પ્રસિદ્ધ થયા હતા. પ્રસ્તુત પત્રમાં લેખકને પારિતાષક આપવાના મુદ્દો અમે અમારા તરફથી ઉમેર્યાં હતા.
સદરહુ પ્રશ્ન વિચારતાં અમને થયું કે કાશીની નાગરી પ્રચારિણી સભાએ તેના મુખપત્રને માસિકમાંથી ત્રૈમાસિકમાં ફેરવી નાંખી, હિંદી પત્રકારિત્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી, સુંદર અને સંગીન, સાહિત્ય, ઇતિહાસ અને ભાષાશાસ્ત્ર વગેરે વિષયેામાં, સેવા કરી રહ્યું છે, તેના દાખલા બધ એસ્તા થશે; અને એ નિણ્ય પર આવતા, અમે કારોબારી કમિટીને બુધ્ધિપ્રકાશમાં ફેરફાર અને સુધારણા સંબંધમાં એક પત્ર લખ્યો, તે નીચે પ્રમાણે હતા.
૬ બુદ્ધિપ્રકાશ ” માસિકમાં ફેરફાર અને સુધારા કરવા બાબત રીપેટ
“ ત્રીજે વરસે મેનેજીંગ કમિટીના કેટલાક સભ્યો તરફથી “ બુદ્ધિપ્રકાશ ” નું કદ વધારવા, તેને સચિત્ર કરવા અને બીજી રીતે તેમાં જરૂરી અને યોગ્ય સુધારાવધારા કરવા સૂચના થઈ હતી અને બહારના વાચક વ પણ તેમાં સમયાનુસાર ફેરફાર થવા વારંવાર ટીકા કરતા રહે છે.
સદરહુ સંજોગામાં તેની વ્યવસ્થા સંબંધી નીચે મુજબ કેટલીક સૂચના કરવાની રજા લઉં –
(૧) જે લેખા સ્વીકારવામાં આવે તે બદલ દર પૃષ્ઠે આઠ આનાથી રૂ. એક સુધીનું લેખકને પારિતોષિક આપવું.
(૨) તેમાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, વિવેચન, પ્રાચીન કાવ્ય, સ ંશોધન, પુરાતત્વ એ વિષયાને ખાસ પ્રાધાન્ય આપવું,
ઃ
(અ)
બુધ્ધિપ્રકાશ ”ને ત્રૈમાસિક કરવું; આથી સંપાદન કાર્યમાં કેટલીક અનુકૂળતા થશે.
(૬) પૃષ્ઠ આશરે ૧૦૦ થવાથી લેખાની વિવિધતા વધશે.