Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૩
વિજ્ઞાનનાં પુસ્તક
"As Betrand Russell has said " we know very little and yet it is astonishing that we know so much, and still more astonishing that so little knowledge can give us so much power.
And so the scientist, conscious of the smallness of his knowledge and also conscious of the greatness of the power which so little knowledge has given tim faces the future with courage × × ×
Science looks forward with confidence and courage to the day when Man shall realise the best .that is in him.
,,
:
(The Story of Science, p. 352-53 David Dietz. ) વિજ્ઞાનના પ્રદેશમાં એટલી બધી નવી નવી શોધો ચાલુ થતી રહે છે કે નાનુ દેખીતું મનુષ્ય પ્રાણી ભવિષ્યમાં વિજ્ઞાન દ્વારા કુદરત પર વિય અને કાબુ મેળવીને શું શું પ્રાપ્ત નહિ કરે, એ કહી શકાતું નથી.
આ પરિસ્થિતિ પાશ્ચાત્ય દેશેામાં પ્રવર્તે છે. તેની સરખામણીમાં હિંદુસ્તાન તદ્દન પછાત અને પરાધીન છે, કુદરતે જે અઢળક સંપત્તિ અને સાધન હિન્દુને અક્ષ્યાં છે, તેને, વિજ્ઞાનના ઉપયાગ કરી, કેમ લાભ લઈ શકાય તે આપણે કરી જાણુતા નથી. જે કાંઇ પરદેશથી આવે છે, તે વાપરીને આપણે આનંદ પામીએ છીએ. એ વિપરિત સ્થિતિ છે અને તે અસહ્ય છે.
આ સંજોગમાં વિજ્ઞાનનું સાહિત્ય આપણે ત્યાં ન ઉદ્ભવે એમાં શું આશ્રય છે ?
પ્રથમ તે। એ વિષયના નિષ્ણુાતા થાડા છે; જે થાડા ઘણા વિદ્વાને છે તેમને લેખન કાર્યો માટે પુરતા સમયના અભાવ માલુમ પડે છે અને કદાચ તેના અભ્યાસી, એ વિષયના પ્રેમથી આકર્ષાઇને, પેાતાની માતૃભાષામાં તે વિષય લખવા માંડે છે, ત્યાં ઈંગ્રેજી શબ્દોના માતૃભાષામાં બરાબર