Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૬
બુદ્ધિપ્રકાશમાં રાજકીય અને ધાર્મિક લેખે નહિ લેવાને પહેલેથી પ્રતિબંધ હતા અને પાછળથી શૃંગારિક લખાણ લેવા સામે સુગ હતી. તેમાં વળી આસિ. સેક્રેટરીઓની વારંવાર ફેરફારી થતી, તેથી તેનું સંપાદન કાર્ય બહુ કઠિન થઈ પડતું અને ધોરણ એકસરખું સચવાતું નહિ. એ સંજોગમાં જે કાંઈ લેખો મળી આવે તે છાપીને બુદ્ધિપ્રકાશ કાઢવામાં આવતું હતું.
આમ, આખું તંત્ર એવા દિધા અધિકારયુક્ત ઘેરણ પર રચાયેલું હતું કે કોઈ એક પર તેના સંપાદનની પૂરી જવાબદારી રહેતી નહિ. આસિ. સેક્રેટરી બુદ્ધિપ્રકાશને તંત્રી ખરે, પણ તેમાંના લેખ માટે પારિતેષિક આપવું હોય તે તેને બુદ્ધિપ્રકાશ કમિટીને અભિપ્રાય અને નિર્ણ મુજબ વર્તવાનું હતું, અને બને પણ એવું કે કઈ લેખક પ્રસંગે પાત લેખ લખી મોકલતો હોય તે કમિટીને એક સભ્યની ભલામણથી ઇનામ મેળવી જાય અને જે લેખક તંત્રીને વારંવાર મદદ કરતા હોય તેને કાંઈ પણ બદલે મળે નહિ. તે માટે કોઈ એક વ્યક્તિને દોષ દે, એ બરોબર નથી. ખરી રીતે એ વ્યવસ્થા જ સવડભરી અને સંતોષકારક નહતી. વસ્તુતઃ એ તંત્રજ દોષિત હતું અને જ્યાં સુધી તંત્રીને તેના કાર્યમાં મમત્વ બંધાય નહિ ત્યાં સુધી તેમાં સફળતા પણ ક્યાંથી પ્રાપ્ત થાય ? અને તેનું વ્યક્તિત્વ તો વિકસે જ કેવી રીતે ?
કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કાળે યુવાવસ્થાના ઉત્સાહમાં અને બિન અનુભવને લઈને સોસાઈટી વિષે એક વિવેચનાત્મક લેખ લખતાં, તેનું મુખપત્ર “બુદ્ધિપ્રકાશ' સારી રીતે નિકળતું નથી તેને દોષ અમે તે વખતના તેના તંત્રી પર મૂક્યો હતો પણ પાછળથી અમે જોયું હતું કે તે આક્ષેપ અજુગતું હતું અને તે અઘટિત ટીકા માટે અમને ખરેખર બેદ થાય છે.
સાઈટીમાં દાખલ થયા પછી બુદ્ધિપ્રકાશ સારૂ સારા સારા લેખે મેળવવા અમે પ્રયત્ન કરવા માંડે. અમારા મિત્રો અને ઓળખીતાઓને લેખ લખી મોકલવા વિનંતિ કરી. કોલેજ જીવનમાં “લિટરરી કલબ' એ નામની એક સંસ્થા કાઢી હતી, તેના સભ્યોને, જેઓ ગ્રેજ્યુએટ થઈ ગયા હતા અથવા થવાની તૈયારીમાં હતા, તે સાને અમારા એ સંપાદન કાર્યમાં સહાયતા આપવા આગ્રહ કર્યો, અને તેમાં ઉત્તેજનનાં ચિહ્ન કંઈક દેખાવા લાગ્યાં. ન્હાના મોટા લેખો સારી સંખ્યામાં મળવા લાગ્યા અને તેમાં વિવિધતા તેમ નવીનતા આવવા માંડી.