Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૮૮
ઉપકારક થઈ પડે. સંસાઈટીના શરૂઆતના છાપેલા રીપેર્ટો જોઈશું તે તેમાં એવી ચર્ચા થયેલી માલુમ પડે છે.
| મુંબાઇની સાહિત્ય સંસહ્ના પ્રમુખ શ્રીયુત નિયાલાલ મુનશી પ્રતિ વર્ષ કોઈને કોઈ સાહિત્ય કે સંસ્કૃતિ, ઇતિહાસ કે સમાજના વિષય પર વ્યાખ્યાન આપે છે, તે હંમેશાં મનનીય જણાયાં છે.
પાશ્ચાત્ય દેશોમાં એવી કેટલીય વ્યાખ્યાનમાળાની યોજનાઓ અનિત્વમાં છે, જે દ્વારા પ્રજાને ચિંતન યોગ્ય નવીન વાચન સાહિત્ય ચાલુ મળતું રહે છે.
એ ઘેરણ આપણું દેશમાં દાખલ થાય એ ઇચ્છવાયોગ્ય છે. મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા થવાથી આજ સુધીમાં આપણે આપણા અગ્રેસર વિદ્વાન પાસેથી કેટલુંક મલિક લખાણ મેળવી શકયા છીએ.
સોસાઈટીની વાર્ષિક સામાન્ય સભાના પ્રસંગે એકાદ વ્યાખ્યાન અપાવવાની વ્યવસ્થા થાય, એમ અમને કેટલાક વર્ષોથી થયા કરતું; પણ તે માટે કેટલીક અનુકૂળતા નહોતી.
સન ૧૯૨૦ માં દી. બા. કેશવલાલભાઈ સોસાઇટીના પ્રમુખપદે નિમાયા અને એમના અનુમોદન અને પ્રોત્સાહનથી વાર્ષિક સભા વખતે વ્યાખ્યાનની પ્રથા દાખલ કરવાનું બની શક્યું હતું.
એ પ્રશ્ન કમિટીમાં રજુ થતાં, તે વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર થયો હતે –
“વાર્ષિક સભા વખતે ગુજરાત કે ગુજરાત બહારના વિદ્વાનને સાહિત્ય, ઈતિહાસ કે ભાષા એવા એકાદ વિષય પર વ્યાખ્યાન આપવા નિમંત્રણ કરવું.”+
પહેલું વ્યાખ્યાન ફોર્બ્સની શતાબ્દી નિમિત્તે યોજવામાં આવ્યું હતું અને તે વ્યાખ્યાન આપવાનું દી. બ. કેશવલાલભાઈએ સ્વીકાર્યું હતું. “એશિયાઈ હુણો” એ વિષય એમણે વ્યાખ્યાન માટે પસંદ કર્યો હતો. ઇસ્વીસનના આરંભકાળથી એશિયાઈ દૂણાની એક વે બીજી જાતે હિન્દ પર વખતોવખત દૂમલા કરતી રહી છે, તેને વિશ્વસનીય વૃત્તાંત આપવા એમણે પ્રયત્ન કર્યો હતો અને તે વિષય જેમ પ્રસંગચિત તેમ ભાવણકર્તાની કીર્તિને વધારનાર હતા.
+ ગુ વ. સોસાઈટીને રીપેર્ટ, સન ૧૯૨૦, પૃ. ૩૧.