Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૯૮
એમાં કિમિયા લખેલા છે; એમાં ચમત્કાર ભરેલા છે; એ ધર્મગ્રંથા છે વગેરે કારણેા આગળ ધરીને જે કોઈ પાસે જીને પુસ્તકસંગ્રહ હોય તે કાઇને બતાવતા નહિ. કદાચ કોઈ પુસ્તક વિષે ખબર પડી જાય તો તે પુસ્તક બહાર કાઢવામાં આનાકાની કરવામાં આવતી.
સાસાઈટીની સ્થાપના કરવામાં આવી તેમાંના એક ઉદ્દેશ જીના ગ્રંથાતી હાથપ્રતો મેળવી સંગ્રહવાના હતા. પણ ઉપર વર્ણવેલી પરિસ્થિતિમાં તેના કાર્યવાહકાને તે કાળે જીનાં પુસ્તકો મેળવતાં ભારે વિટંબણા પડતી. માંડ માંડ બે પાંચ પુસ્તકો લાગવગથી કે પસાના પ્રલેાલનથી સાંપડતાં. તેથી એનાથી વધુ સુતરા માર્ગ તે પુસ્તકાની નકલ ઉતરાવી લેવાના ગ્રહણ કરવામાં આવ્યા હતા અને તેમાં ધીમે ધીમે પણ સારી પ્રગતિ થઇ હતી. આ પ્રમાણે જે સાધન સામગ્રી ઉપલબ્ધ થઇ તેનું દોહન કરી પ્રાપ્ત થયેલ નવનીતના ગુજરાતી કાવ્ય દોહન એ નામે જનતાને કવિ દલપતરામે જુની ગુજરાતી કવિતાને પ્રથમ પરિચય કરાવ્યેા હતા અને તેમાંની કવિતાની વિવિધતા, સરસતા અને માનવહૃદયને સ્પર્શીતા સાત્રિક અશાને લને તે પુસ્તકની લેાકપ્રિયતા અદ્યાપિ ટકી રહેલી છે.
જુના સિક્કા સંગ્રહવાના શોખ અમને વિદ્યાર્થી અવસ્થામાંથી ઉદ્ભવ્યા હતા અને તે નિમિત્ત દર શુક્રવારે ગુજરીમાં જવાનું થતું. સાસાટીની નોકરીમાં જોડાયા પછી એક પ્રસંગે ભાલણ અને ભીમની કૃતિએ ત્રણસેં વર્ષ પરની લખેલી મળી આવી; અમારા આશ્રયના પાર રહ્યો નહિ. પ્રાચીન સાહિત્યમાં હજી તેા અમે પ્રવેશ કરતા હતા. અમને જે આનંદ થયા તે દી. આ અંબાલાલ સમક્ષ વ્યક્ત કર્યાં; તે પ્રસન્ન થયા અને અમને એવી જુની હાયપ્રતાતા સંગ્રહ કરવાની સલાહ આપી.
એક તરફથી જીતી હાથપ્રતા મેળવવાનું કામ અમે ચાલુ રાખ્યું અને બીજી તરફથી સેાસાઇટીના સંગ્રહમાંની હાથપ્રતાની યાદી ‘બુદ્ધિપ્રકાશ' માં તેાંધવાની ચાલુ કરી; એટલા માટે કે એ વિષયમાં રસ લેનારાને એ વિષે માહિતી મળે તેમજ એ યાદી કટકે કટકે તૈયાર થઇ જાય
પ્રથમ સાસાઈટીમાંની હાથપ્રતોની યાદી આપી અને તે નામાવિલે પૂરી થતાં, અમે જે સંગ્રહ એકઠા કર્યાં હતા તેની નોંધ છાપવા માંડી. આશરે ૫૦૦ પ્રતા ભેગી થઇ હતી અને તેને કેવી રીતે સાચવવી, એ અમારા માટે કઠિન થઇ પડયું હતું.