Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૨ પણ કાળે વિજય પ્રાપ્ત કરે છે તે તે માતાઓ દ્વારાજ થઈ શકશે. તેઓ માનવ સંદર્ય, માનવ સત્ય, માનવ શ્રેષ્ઠતાને અખંડિત કરે છે.”
બીજા બે પુસ્તકે સ્ત્રીઓ ગૃહસંસારને ભારવહન કરવા કેમ સમર્થ થાય અને તેમને તે સરળ થઈ પડે, એ દષ્ટિએ લખાયેલાં છે અને તેમાંની માહિતી એમને જરૂર મદદગાર થઈ પડે. એ પુસ્તકનાં નામેજ, “ગૃહલક્ષ્મી” અને “ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ,” તે તેમાંના વિષયના સૂચક છે.
ગૃહલક્ષ્મી” એ પુસ્તક મૂળ બંગાળીમાં લખાયું હતું. તેને લેખક રાયસાહેબ દિનેશચંદ્રસેન બહુ સારા અને જાણીતા લેખક છે અને એમને બંગાળી ભાષા અને સાહિત્યનો ઈતિહાસ-કલકત્તા યુનિવરસિટિએ પ્રસિદ્ધ કરેલો એક પ્રમાણભૂત ગ્રંથ છે. પ્રસ્તુત પુસ્તક-ગૃહલક્ષી એમણે પિતાની પુત્રીને ઉપયોગ અર્થે વેર્યું હતું; અને એ નોંધપોથી અન્યના જોવામાં આવતાં, તેમની માગણુ પરથી એક પુસ્તક રૂપે તે તૈયાર કરવામાં આવ્યું હતું, અને તે એટલું બધું ઉપયોગી જણાયું હતું કે કલકત્તા યુનિવરસિટિની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં એ પુસ્તકને પાઠય પુસ્તક તરીકે મંજુર કરવામાં આવ્યું હતું. એ પુસ્તકમાં નીચેના વિષે ચર્ચા છે –
(૧) ગૃહિણી ગૃહમુતે. (૨) સ્ત્રી કેળવણું. (૩) બાળ કેળવણી. (૪) અવિભક્ત કુટુંબ. ૫) સુગ્રહિણીનું કર્તવ્ય. (૬) નોકર પ્રત્યેની વર્તણુંક. (૭) વડીલે પ્રત્યેનું કર્તવ્ય. (૮) દામ્પત્ય જીવન. (૯) ઉપસંહાર અને પરિશિષ્ટમાં ઘરવૈદુ-દેશી અને પાશ્ચાત્ય, તેમ ફુલઝાડ અને ઘરખર્ચને હિસાબ, એ વિષે માહિતી આપી છે.
આ પુસ્તકને તરજુમે શ્રીયુત મહાશંકર ઇદ્રજી દવેએ કરેલો છે, અગાઉ પણ એમણે બે પુસ્તકે બંગાળી પરથી સોસાઈટીને લખી આપ્યાં હતાં અને તે અને આ પુસ્તક લેખક તરીકે એમની કીર્તિમાં ઉમેરો કરે છે. | ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ એ એક હરીફાઈથી લખાવેલો ઈનામી નિબંધ છે. સોસાઈટીને સૈ. લક્ષ્મીબાઈ હરીઆણું ઈનામી નિબંધ ફંડ મળેલું છે, તેમાંથી એ ફંડ સેપનારની ઇચ્છાનુસાર આ વિષય પર જાહેરાત આપી નિબંધ લખાવી મંગાવ્યા હતા. તેમાં શ્રીમતી દિવાળી હેન ભદને નિબંધ ઈનામને પાત્ર જણાયું હતું. એક સ્ત્રી લેખિકા પ્રસ્તુત વિષયને હાલના બદલાતા જતા સંજોગમાં કેવી રીતે વિચારે છે અને
* ગૃહલક્ષમી કેવી હોવી જોઇએ? પૃ. ૧૨-૧૪.