Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૮
“ આ જમાનામાં ઘણી સ્ત્રીએ યુરેાપ,-અમેરિકામાં-ક્લાર્ક, ટાઇપીસ્ટ તરીકે તેમજ ટપાલખાતાં, અને બીજા ખાતામાં નાની નાની નાકરીએ કરે છે અને કુંવારી કે અનાથ સ્રીએ આથી કરીને પોતાના કુટુંબને ભારરૂપ થતી મટે છે. પણ તે સાથે તેમના તે વનમાં કેટલાંક જોખમે રહેલાં છે, ફેમીનીસ્ટો કહે છે કે અમે એવા જનસમાજ ઇચ્છીએ છીએ કે ઓ જાતિને પુરુષ વગ તરફથી ભયનું કારણ ન રહે. ખરેખર એ સ્થિતિ તા આ દુની દુની રહેશે અને તેના પુરુષા પુરુષો રહેશે ત્યાં સુધી આવવાના સભવ જણાતા નથી પણ એટલું તે ખજ છે કે જેમ સ્ત્રીઓ છુટથી કરતી હરતી થાય, ધંધામાં પડતી થાય અને તેમને લિંગ ભેદના દૃષ્ટિબિન્દુથી જોવામાં ન આવે તેમ તેમ એ જોખમ કેટલેક અંશે
છું થાય અને તેજ માર્ગે એઠું થવા સંભવ છે. બાકી પડદે રહેનાર આઇએ પોતાનું સ્ત્રી જાતિત્વ કોઈ પણ સમય ભૂલી શક્તી નથી, તેમજ તે વના પુરુષો એ કારણથી સ્ત્રીને મનુષ્યા નહીં પણ સ્ત્રી જાતિ વિશિષ્ટ હરહમેશ ગણે છે. લિંગભેદ તેમના મનને છેડી શકતા નથી.
ઉપર કહ્યું તેમ ધંધામાં સ્ત્રીઓને જોખમ છે પણ સાથે સ્ત્રી જાતિને એ જોખમેાથી મુક્ત થવાના માર્ગ પણ એજ છે છતાં એ જોખમ વહેારવા જેવું છે કે કેમ એ પણ નિશ્ચિતતાથી કહી શકાય નહીં.
બીજા વર્ગોની સ્ત્રી જે પુરુષોની ખરેખરીનાં કામ કરે છે તે મજુર વર્ગ છે. તેઓ જે કામ કરે છે. તેને પરિણામે તેમનાં ઘર અને સંતાન તરફ દુર્લક્ષ રહે છે એ તેા જાણીતી વાત છે. તે ધરતી કમાણીમાં ઉમેરા કરે છે એ ખરું છે પણ તેથી ઘરમાં સુખ સાધન વધે છે કે નહિ તે સૌંહ પડતું છે. તે વર્ગના પુરુષો દારૂ વગેરેમાં વધારે ખર્ચ કરી નાંખવા શક્તિમાન થાય છે એ તે દેખીતુંજ છે. તે વની સ્ત્રીઓનાં જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, તેમની નીતિ શિથિલ થાય છે અને આર્થિક સ્વતંત્રતાથી સ્વાશ્રયીપણું આવવું જોઇએ તે જોવામાં આવતું નથી. પરાધીનતામાંથી છૂટવા માટે જો આ મહેનત આ અતિ શ્રમ સાધન હાયતા તે નિરક છે એમ કહીએ તે ચાલે. સામાન્ય વ્યવહારમાં એવી સ્ત્રીએ કાષ્ઠ રીતે સ્વતંત્ર નથી તેમજ તેમના બાળકા તથા પેાતાની જાત માટે સર્વથા પુરુષને આધારેજ પડેલી છે. પુરૂષા તેમના પ્રત્યે મન ગમતા વ્યવહાર કરી શકે છે. એ વગ અજ્ઞાત છે અને તેમના પરથી સર્વને માટે અનુમાન ના આંધી શકાય પણ તેમના આધાર સિવાય પણ પરાધીનતા દૂર કરવાના માગ માત્ર મહેનત છે એ સિદ્ધ કરવું મુશ્કેલ છે.