Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સુઘટિત રીતે છ દેવામાં આવી છે કે એ રૂપાંતર નવીન જ લખાયું ન હેય એવી છાપ પાડે છે, અને તેનું વાચન રસદાયક અને પ્રોત્સાહક નિવડી, આપણો સંસાર સુખી અને આનંદમય થાય એવી અનેક સૂચના અને પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થાય છે
એક મિત્રને એ પુસ્તક એટલું બધું ગમી ગયું કે તેની નવી આવૃત્તિ પિતાના ખર્ચે છપાવી તેની પ્રત પિતાની જ્ઞાતિમાં લહાણીરૂપે વહેંચી હતી. એજ એની ઉત્તમતા માટે સરસ પ્રમાણપત્ર છે.
લેખકે, પુસ્તકને સમાપ્ત કરતાં જીવનમાં ચારિત્ર્ય પર જે ભાર મૂક્યો છે, તે જીવન ઉન્નતિની ઉમદા કુંચી છે, તેથી એ વિષયને જેટલું મહત્વ અપાય એટલું ઓછું છે, અને વાચકબંધુનું તે પ્રતિ ધ્યાન દોરવા એ ભાગ આપ અમને ઉચિત લાગે છે.
“આ રીતે એ સર્વ બાબતો ફરી ફરીને ચારિત્ર્ય ઉપર આવીને આધાર રાખે છે. જે સારી સ્ત્રી હોય તે જ સારી પત્ની થઈ શ; અને જે ધર્મમય સ્ત્રી હોય તે જ સારી સ્ત્રી થઈ શકે. પત્નીત્વમાંની ગંભીર જોખમદારીને પહોંચી વળવા માટે જે ડહાપણ અને બળની જરૂર છે તે એક પ્રભુ વિના અન્ય કોઈ આપી શકે તેમ નથી. જ્યારે તેની જુવાની જતી રહે, ગાલની લાલી ચાલી જાય, આંખની ઝમક હેય નહિ, ત્યારે પણ તેના પિતાની દૃષ્ટિએ ખૂબસુરત જાણવા માટે ચારિત્ર્યનું જે જવાહર મેળવવું જોઈએ, આત્માનું જે સૌન્દર્ય મેળવવું જોઈએ, તે કેવળ પ્રભુ વિના બીજે કહિથી મેળવી શકાય તેમ નથી. પિતાની જાતને અને પરિણિત જીવનમાં અન્ય સર્વને આશીર્વાદરૂપ થઈ પડાય એવું વર્તન કરતાં તો ફક્ત પ્રભુજ શીખવી શકે. . પ્રેમનાં પ્રથમ સ્વપ્નાં શાં હતાં, પ્રેમ એટલે પ્રથમ, જુવાનીમાં શો અર્થ થતું હતું, તેની સાથે પછીના જીવનમાં ઘણી વાર જે પ્રેમની નિષ્ફળતાઓ નિવડે છે, આ સ્વપ્નાં કેવાં અલોપ થઈ જાય છે, પ્રેમના સાહસનું કેવું નિર્જીવ પરિણામ આવે છે, તેની સરખામણી કરવા કરતાં વધારે દિલગીરીભર્યું કાર્ય આ દુનિયામાં છે નહિ. આટલી બધી દિલગીરી; ભરી નિરાશાઓ શા માટે થતી હશે? આટલી બધી લગ્નમાળાઓ ધૂળમાં શાને રગદોળાતી હશે ? આ સર્વ સ્વપ્નાં સાચાં પડવાને, આ માળાઓ તાજી અને મહેકભરી રાખવાને શું કાંઈ રસ્તે નહિ હોય?