Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૪
એટલે સ્ત્રી પુરૂષ વચ્ચે જે કેટલાક કૃત્રિમ ભેદ અસ્તિત્વમાં છે, તેને તે દૂરજ કરવા ઘટે છે.
બી વાંચન સાહિત્ય જુદું હોવું જોઈએ, એ માન્યતા હાલમાં ભાગ્યે જ કોઈ ઉત્તેજે; અને એવા કૃત્રિમ ભેદને ટાળજ જેઈને.
સેસાઇટી હસ્તક આઠ ટ્રસ્ટ ફંડે છે, તેને ઉપયોગ સ્ત્રી ઉપયોગી સાહિત્ય લખાવવામાં કરવાનું છે. સંસાઈટીના કાર્યવાહકો સ્ત્રી ઉપયોગી સાહિત્યને તેના સંકુચિત અર્થમાં જેતા નથી, પણ એ ફડોમાંથી સ્ત્રી જીવનને સ્પર્શી, સ્ત્રી જીવનના પ્રશ્નો ચર્ચતું હોય, સ્ત્રી જીવન વિકાસને અનુકૂળ થઈ પડે એવું વાચન સાહિત્ય ઉભું કરવા વિશેષ કાળજી રાખે છે, અને નીચે સ્ત્રી ઉપયોગી છ પુસ્તકોની નેંધ કરવામાં આવી છે, એ આ વાતનું સમર્થન કરશે.
સખીને પત્રો ” એ પુસ્તક જાણીતા થીઓસોફીસ્ટ મણિલાલ નથુભાઈ દેશીને લખી આપવા આગ્રહ કરવામાં આવ્યો હતે. નીતિમય અને જીવનવ્યવહારમાં માર્ગદર્શક નિવડે તેમ આધ્યાત્મિક જીવનને પુષ્ટિ આપે અને ઉત્કર્ષ સાધે એવા પ્રકારનું લખાણ એમની કલમમાંથી નિઝરતું હતું અને એમનાં સંખ્યાબંધ ચોપડી ચોપાનિયાં વાંચીને અનેક
સ્ત્રી પુરૂષો પિતાની મુશ્કેલીઓ અને મુંઝવણ વિષે લખીને એમની સલાહ પૂછતા હતા, એમ અમારી જાતમાહિતી છે. | ગુજરાતના થિઓફીસ્ટમાં તેઓ અગ્રેસર કાર્યકર્તા અને જાહેર વક્તા હતા; એમના શાંત અને મુંગા સેવા કાર્યથી અને માયાળુપણાથી તેઓ સૌનાં દિલ જીતી લેતા હતા. એવું એમનું વર્તન હતું; એવો એમને પ્રેમાળ સ્વભાવ હતો. | ગુજરાતીમાં થિએસફીના સિદ્ધાંત અને વિચારનું સાહિત્ય ઉભું કરવાનું માન મુખ્યત્વે એમને પ્રાપ્ત થાય છે; અને એ સાહિત્ય ઉદાર અને ઉન્નત વિચાર અને તત્વચિંતનથી ભરેલું તેમ ઉત્કર્ષક અને આશાજનક માલુમ પડે છે.
ગયે વર્ષે એ લેખકબંધુનું મૃત્યુ થતાં ગુજરાતે એક સમય અને ભાવનાશાળી સમર્થ લેખક તેમજ એક ઉત્તમ કાર્યકર્તા ખોયો છે.
શા ઉદ્દેશથી ભાઈ મણિલાલે “સખીને પો” એ પુસ્તક પત્રરૂપે ગૂંચ્યું તેને સારાંશ એમની પ્રસ્તાવનામાં આવી જાય છે, તેથી એ ભાગ જ અહિં ઉતારે બસ છે.