Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૧
સી જીવનના પ્રશ્નને ચચતું સાહિત્ય “The supreme benefactor in every age and in every home is the mother of mankind and mankind's wife. Round her gathers the family. To her all men look for solace, for praise and for life's Joys. From her hands come food and clothing. She spends wisely most of what men strive to earn. XX x The final arbiter of all Social Reforms is in the end a woman and so may it always be."
Sir Arnold Wilson M. P.
(The Spectator-20th June, 1934.) ગયા સૈકામાં છેકરીઓ માટે જુદી શાળાઓ આવશ્યક મનાતી તેમ સ્ત્રીઓ માટે જુદુ વાંચન સાહિત્ય હોવું જોઈએ એ સામાન્ય અભિપ્રાય હતા. કુતરત જ સ્ત્રી પુરૂષમાં કેટલીક ભિન્નતા હેતુસર રાખેલી છે અને એ બંનેની પ્રકૃતિ-સ્વભાવમાં તાત્વિક (fundamental) ભેદ માલુમ પડે છે; એક બુદ્ધિપ્રધાન છે, તે બીજું લાગણી પ્રધાન છે. તેમાંય સ્ત્રી જાતિ સારૂ માતૃત્વ એ એનાં જીવનનું ઉત્કૃષ્ટ અને સર્વોપરિ ધ્યેય માનેલું છે; એની સિદ્ધિમાં સ્ત્રીજીવનની ધન્યતા રહેલી છે; અને વળી ગૃહસંસારને નિર્વાહ અને ભાર સ્ત્રીઓ પર મુખ્યત્વે અવલંબે છે.
આ બધાં કારણોને લીધે સ્ત્રી કેળવણીના ક્ષેત્રમાં અમુક પ્રકારનું અને વિશેષ કરીને સ્ત્રી જાતિની વિશિષ્ટતાને પોષતું અને સહાયભૂત થઈ પડે એવું શિક્ષણ અને વાંચન સાહિત્ય અપાય એવી માગણી વારંવાર થતી રહી છે અને તે વજુદ વિનાની નથી, એમ આપણે નહિ કહી શકીએ. . તેથી એમ નથી માની લેવાનું કે સ્ત્રીની માનસિક શક્તિ પુરુષથી ઉતરતી છે, અથવા તે બુદ્ધિ અને આવડમાં, ડહાપણું અને ચાતુર્યમાં તેઓ પછાત છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં પુરુષ વર્ગ સાથે સ્ત્રીઓ પણ સરસાઈમાં ઉત્તિર્ણ થઈ છે, એવા અનેક દાખલાએ મેજુદ છે.