Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૩
અમદાવાદ, તા. ૨૨ મી ફેબ્રુઆરી ૧૯૨૪
મે. ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીના એન. સેક્રેટરી સાહેબ, ૩૦ અમદાવાદ.
વિ. વિ. કે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતી જુનાં હસ્તલિખિત પુસ્તકોના હું સંગ્રહ કરતા રહ્યો છુ. અને આજદિન સુધીમાં આ સાથેની યાદીમાં નાંખ્યા મુજબ આશરે ૪૨૫ પુસ્તકા મેળવવા ભાગ્યશાળી થયા છું અને તે પાછળ મેં લગભગ રૂા. ૨૦૦) ખર્ચ કરેલા છે.
સાસાઈટીની સ્થાપના થઇ ત્યારથી તેના ચાલકાએ જુનાં હસ્તલિખિત પુસ્તકા મેળવવાના પ્રયાસ કરેલો અને એવાં લગભગ ૧૫૦) પુસ્તકાની નકલે સાસાઇટીના સંગ્રહમાં છે પણ તે બહુધા આધુનિક–ઉતારેલી પ્રતા છે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને ઇતિહાસ માટે આ મારા સંગ્રહ અત્યંત કિમતી અને ઉપયોગી છે અને તે નીચેની સરતે હું સાસાઇટીને આપવા ઇચ્છા રાખું છુ. મને આશા છે કે સેાસાઈટી મારી વિનતિ સ્વીકારશે.
સરત
(૧) આ ખાસ સંગ્રહને સાસાટીના અને મારા-‘કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ ' એ નામ આપવું.
(ર) આ સંગ્રહને સારી રીતે બંધાવી, વ્યવસ્થિત કરી સુરક્ષિત રાખવા. (ર) તેની સંપૂર્ણ યાદી છપાવવી.
અંતમાં મારી એટલી પ્રાથના છે કે સાસાઇટી મારા આ કાર્યની ચેાગ્ય કદર ખુજી, મને વધારે ઋણી કરશે.
લી. આજ્ઞાંકિત સેવક, હીરાલાલ વિ. પારેખ