Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૦૫
તેઓ લખે છે,
અત્યારે જગત એવી સ્થિતિમાંથી પસાર થાય છે કે જ્યારે અનેક વ્યક્તિગત તેમજ સમષ્ટિગત અને આપણું આગળ ખડા થાય છે, અને તેનું નિરાકરણ કરવાની આપણને જરૂર પડે છે. છેલ્લાં પાંચેક વર્ષથી જુદે જુદે સ્થળે ધમ, સમાજ અને કેળવણી એ વિષયો ઉપર ભાષણ આપવા નિમિત્તે ફરવાનું થવાથી કેટલાક વ્યક્તિગત પ્રશ્નોને ઉકેલ આણવાની મને ફરજ પડી હતી. આ પુસ્તકમાં સ્ત્રી જગતમાં ઉદ્દભવતા કેટલાક પ્રશ્નોનો ખુલાસો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને તેમાં પણ સમષ્ટિ કરતાં વ્યક્તિના પ્રશ્ન ઉપર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે.
વળી પુરૂષોના તેમજ સ્ત્રીઓનાં દૃષ્ટિબિન્દુઓ એકજ પ્રશ્નની બાબતમાં ઘણીવાર ભિન્ન હોય છે. પુરૂષો મોટે ભાગે મનતત્વને પ્રધાન ગણું તે પ્રીને વિચારે છે અને સ્ત્રીઓ મોટે ભાગે હદયતત્વને મુખ્ય માની તે પ્રશ્નોને તપાસે છે. પુરૂષ ઘણું વખથી ભગવેલા હક્કો જતા કરવા ના પાડે છે. સ્ત્રીઓ કેળવણું લઈ, સંસ્કારવતી થઈ પિતાના ધર્મો બજાવવા સાથે પોતાના હક્કો માગવા તૈયાર થતી જાય છે. જન સમાજમાં તેમજ ગૃહમાં પિતાનું સ્થાન યોગ્ય પ્રમાણમાં મળે, તેની તેઓને પ્રબળ આંતર ઈચ્છા હોય છે. આવી સ્થિતિમાં પુરૂષોને અન્યાય ન થાય, અને સ્ત્રીઓને ન્યાય મળે એ હેતુ ધ્યાનમાં લઈ એક સ્ત્રી પિતાની સખીને પિતાના હદયના ખરા ભાવ વિના સંકોચ જણાવે, તેવી રીતે જણાવવા આ પ્રકામાં પ્રયત્ન કરવામાં આવે છે.”
જાણીતા સ્ત્રી માસિક સ્ત્રીબોધના તંત્રી તરીકે શ્રીયુત કેશવપ્રસાદ છેટાલાલ દેસાઈ, છેલ્લાં પંદર વર્ષથી સ્ત્રી સમાજની જે સુંદર સેવા કરી રહ્યા છે તે ખરેખર પ્રસંસાપાત્ર છે. એવી સંગીન સેવા એમણે કેટલાંક કિમતી પુસ્તક લખીને કરેલી છે, જેમાંના સામળભટ્ટ સિંહાસન બત્રીસી વાર્તાની- બાળપયોગી આવૃત્તિની ત્રણ આવૃત્તિઓ થવા પામી છે, તે એની લોકપ્રિયતા સચવે છે, અને તેનું વિશેષ કારણ, એમની લેખન શૈલી સરળ, સ્વાભાવિક, બલિષ્ટ અને પ્રાણવંત છે, તેમ તેઓ તદ્દન સાદા અને પરિચિત શબ્દોની પસંદગી અને ઉપયોગ કરે છે. તે છે.
એમનું “ગૃહજીવનની સુંદરતા” નામનું પુસ્તક જે કે અંગ્રેજી પુસ્તક પરથી લખાયેલું છે પણ તેમાંની વસ્તુને આપણું સંસાર સાથે એવી
જુએ “સખાને પો” ની પ્રસ્તાવના.