Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૯૪.
કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રો. દેવદત્ત ભાંડારકર લિખિત અશોક ચરિત્ર પ્રગટ થયું કે તુરત જ સંસાઈટીએ તેને તરજુ કરાવવાની તજવીજ કરી અને તે કાર્ય, જેમના નામે દશ બાર ગુજરાતી પુસ્તક ચઢેલાં છે અને એક પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે જેમની ગણના થયેલી છે, એવા વડોદરા રાજ્ય ભાષાંતર ખાતાના મદદનીશ શ્રીયુત ભરતરામ ભાનુસુખરામ મહેતાને સંપાયું હતું અને જુજ સમયમાં તેમણે એ ગ્રંથ લખી આપ્યો હતે.
હિન્દના મહાન રાજકર્તાઓમાં સમ્રાટ અશોકનું સ્થાન જેમ ઉચુ તેમ અનેખું છે. બૌદ્ધ ધર્મને એણે રાજધર્મ તરીકે સ્વીકાર્યો હતો અને જેમ કન્સ્ટાઇને ખ્રિસ્તી ધર્મને આશ્રય આપી તેને પ્રચાર કર્યો હતો તેમ અશોકના પ્રયાસથી બદ્ધ ધર્મને પ્રચાર દેશપરદેશ મિશનરીઓ મેકલીને કરવામાં આવ્યો હતો. એના ધર્મલેખેથી અશકની કીર્તિ દેશપરદેશમાં પ્રસરેલી છે; અને એના એ શિલાલેખે એ સમયની કિંમતી માહિતી પૂરી પાડે છે એટલું જ નહિ પણ તે લેખ માર્ય સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર અને રાજ વહિવટને સરસ ખ્યાલ આપે છે.
ગુજરાતી સાહિત્યમાં એ પુરતાનો ઉમેરે વિના સંકોચે મહત્યને અને ઉપયોગી કહી શકાય.
મહાદેવ ગોવિંદ રાનડેનું નામ અર્વાચીન હિન્દના વિધાયક તરીકે મશહુર અને મેખરે છે. કીર્તનનાં ઈગ્રેજી ચરિત્રને અનુવાદ સ્વર્ગસ્થ સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયીએ ગુજરાતીમાં કરેલો છે અને તે પુસ્તક વાચવા જેવું છે. તેની સાથે રમાબાઈ રાનડેએ રચેલું “અમારા જીવનની કેટલીક યાદગીરીઓ”, જીવન ચરિત્ર સાહિત્યમાં કિમતી ભરણું કરે છે. એક ચરિત્ર ગ્રંથ તરીકે તેનું મૂલ્ય છે, પણ એમનું દાંપત્ય જીવન સમીપ રહીને જેવાના જે તક મળે છે તે ખરેખર અમૂલ્ય છે અને દરેક હિન્દીએ તે પુસ્તક અવશ્ય વાંચવું ઘટે છે. એ પછી પુષ્કળ હકીકત એકઠી કરીને એક પ્રમાણભૂત ચરિત્ર પુસ્તક મી. ફાટકે મરાઠીમાં લખ્યું છે અને તે પુતકને તરજુમે ગુજરાતીમાં જરૂર થી જોઈએ છીએ.
દરમિયાન રમાબાઈ રાનડેનું ચરિત્ર આપણને ગુજરાતીમાં ઉપલબ્ધ થાય છે, એ પણ ખુશી થવા જેવું છે. મૂળ ગ્રંથ કૈલાસવાસી ઉમાકાન્ત મરાઠીમાં લખ્યું હતું. કેવા સંજોગોમાં રમાબાઈએ એમના પતિ પાસે