Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
એ ગ્રંથમાળાનું “અકબર ” નામક પુસ્તક સન ૧૯૧૨ માં વર્ગસ્થ ઉત્તમલાલ કેશવલાલ તરફથી લખેલું તૈયાર મળતાં, સેસાઈટીએ તે છપાવ્યું હતું. તે અગાઉ દત્તકૃત “હિન્દને આર્થિક ઈતિહાસ' ના બે ભાગે એજ લેખકે સેસાઇટીને લખી આપ્યા હતા. સ્વર્ગસ્થ એક વિચારશીલ અને બુદ્ધિશાળી લેખક હતા; અને એમના સંખ્યાબંધ લેખો ટક ટક વસન્ત ” “સમાલોચક ” માં લખેલા મા આવશે, જે સર્વ પુસ્તકાકારે સંગ્રહવા યોગ્ય છે. તેઓ ધંધારોજગારમાં પડી ન જતાં, સાહિત્યના ક્ષેત્રમાં પ્રવૃત્ત રહ્યા હતા તે એમની પાસેથી જનતા કંઈ કંઈ મૂલ્યવાન કૃતિઓ મેળવવા ભાગ્યશાળી થાત.
સોસાઈટીએ પૂર્વે મહીપતરામનું અકબર ચરિત્ર છપાવ્યું હતું અને તેની ત્રણ ચાર આવૃત્તિઓ થઈ ચૂકી હતી. ઉત્તમલાલ લિખિત “અકબર” બહાર પડયું તે અરસામાં બંગાળીમાંથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
મહાન અકબર” નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમ છતાં અકબર વિષે એક પ્રમાણભૂત અને વિસ્તૃત ચરિત્રની ઉણપ રહે છે; અને તે મથકૃત અકબરનું પુસ્તક પૂરી પાડી શકે એમ અમારું માનવું છે.
લોરેન્સ બિન્યને અકબર વિષે એક હાનું ચરિત્ર પુરતક લખ્યું છે. પણ તે એક તૈલચિત્રની પેઠે, તેની પ્રતિભા અને લાક્ષણિક ગુણે, તેની ઝીણી ઝીણી વિગતોના ઉલ્લેખ સહિત, આપણી સમક્ષ રજુ કરે છે, અને એવી પ્રબળ અને સચોટ છાપ પાડતું કવિશ્રી ન્હાનાલાલનું શહેનશાહ અકબરનું નાટક ગુજરાતી વાચકને જરૂર આનંદદાયક જણાશે.
સોસાઈટીએ એજ વર્ષમાં મુસ્લિમોના હિતચિંતક સર સૈયદ એહેમદનું ચરિત્ર પ્રસિદ્ધ કર્યું હતું. ગુજરાતીમાં લખનાર મુસ્લિમ લેખકબંધુઓ
જજાજ મળી આવે છે, તેમાં પ્રસ્તુત ચરિત્રના લેખક, ખા. બા. મહેબુબમિયાં ઈમામબક્ષ કાદરીની ગણના થાય. આ પુસ્તક લખી આપ્યા અગાઉ “મુસલમાનની ચઢતી પડતીને ઇતિહાસ એમણે ઉ૬ પરથી ગુજરાતમાં ઉતારી આપ્યો હતો અને તે ચેપડી ઇનામ લાઈબ્રેરીમાં પુષ્કળ જતી હતી. આ પુસ્તક સર સૈયદ એહેમદે લખ્યું ત્યારે ખા. બા. મેહબુબમિયાં સબજાજના હોદ્દા પર હતા અને ચાલુ વ્યવસાયમાંથી સમય મેળવી એમણે આ લેખનકાર્ય કર્યું હતું, તે ખરે પ્રશંસનીય કહેવાય. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ એમની તેમની સેવામાં એએ એમને