Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૮
' વાર્ષિક વ્યાખ્યાન " Lectureships have been endowed at most Universities, with a view to spreading the particular opinions of the founder and now-a-days they are attached to practically every branch of learning, though formerly they were of a theological or religious kind only."
[Every Man's Encyclopaedia ). શરૂઆતમાં એસાઈટીની વાર્ષિક સામાન્ય સભા વખતે ઓન. સેક્રેટરી કે સભાના પ્રમુખ વા કોઈ સભાસદ સોસાઈટીના કામકાજ અને ઉદ્દેશ પર પ્રસંગોપાત વિવેચન કરતા અને એ વિવેચનમાં કેટલીકવાર મહત્વની સૂચનાઓ વા વિચારણીય મુદ્દાઓ મળી આવતા હતા, પણ પાછળથી એ સામાન્ય સભા માત્ર વાર્ષિક રીપોર્ટ અને હિસાબ મંજુર કરવા, નવી મેનેજીંગ કમિટી ચૂંટવા તેમજ ઓડિટર નિમવાનું કામ કરી વિપરાતી હતી અને તે સઘળું કામકાજ રીતસર વિધિપુરતું થતું હતું.
અમે જોયું છે કે વાર્ષિક સામાન્ય સભા બરાબર સાડાપાંચ વાગે મળે અને પૂરો પા કલાક થયો ન હોય તે પહેલાં ખતમ થઈ ગઈ હોય, ભાગ્યેજ અડધા કલાકથી વધુ રોકાણ તેનું થતું હતું.
સામાન્ય વેપાર ઉદ્યોગની મંડળીમાં પણ તે મંડળીને પ્રમુખ વર્ષ દરમિયાન જે કાંઈ વિશેષ પ્રવૃત્તિ થઈ હોય તેની નેધ ચાલુ રીપેર્ટ ઉપરાંત કરે છે. તેમાં તે એકલા નફાટાને હિસાબ રજુ કરતા નથી પણ તે મંડળી કયા ધોરણે અને કેવા સંજોગમાં પ્રગતિ કરી રહી છે તેનું દિગદર્શન પણ કરે છે.
સોસાઈટી જેવી સાહિત્ય અને કેળવણું વિષયક સંસ્થાની સામાન્ય સભામાં સાહિત્ય, ઇતિહાસ, કેળવણી, ભાષાશાસ્ત્ર વિષે કે દેશની સામાન્ય પ્રગતિ, સુધારા કે પરિવર્તન સંબંધી કે લેક જરૂરિયાતના સમયને અનુસરતાં લોકોપયોગી કાર્ય હાથ ધરવા વિષે કાંઈપણ ઉહાપોહ થાય તે અવશ્ય