Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૪.
ભાઈશંકર ન્હાનાભાઈ (સાઈટીના પ્રમુખ-સન ૧૯૧૩ થી ૧૯૨૦ ) " अणुभ्यश्च महदश्च शास्त्रेभ्यः कुशलो नरः
सर्वत सारमादधात्पुष्पेभ्य इव षट्पदः " તદન ગરીબ સ્થિતિમાંથી પણ આપ હુંશિયારી, ખંત ઉદ્યોગ અને ઇમાનદારીથી જે પુરુષો મોટાઈને પામ્યા છે અને જેમણે લોકમાં આબરૂ અને નામના મેળવ્યાં છે, તેમાં ભાઈશંકર નહાનાભાઈ ગેલીસીટરને સમાવેશ થાય છે.
અમદાવાદની નજદિક પૂર્વ દિશામાં ખારી નદીના કાંઠે આવેલા. ભુવાલડી ગામમાં ભાઈશંકરભાઈને સં. ૧૯૦૧ ના શ્રાવણ સુદ દશમને બુધવારના રોજ જન્મ થયો હતો. તેઓ જાતે રાયકવાળ બ્રાહ્મણ હતા, જે જ્ઞાતિ તેની સંસ્કૃત વિદ્વતા માટે જાણીતી છે. ભાઈશંકરના દાદાના દાદા મકનજી ભટ્ટે કાશીમાં રહીને છ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતો, અને એમના કાકાશ્રી ઘનશ્યામ ભટ્ટ, જેમને ભાઈશંકરભાઈ બાપા કહીને સંબોધતા–સ્વર્ગસ્થ કિલાભાઇ, તે મેઘદૂત અને વિક્રમેવશયના ભાષાન્તર કર્તાના પિતાશ્રી–પણ સારા સંસ્કૃતજ્ઞ હતા.. અને તેમના પ્રોત્સાહનથી ભાઈશંકરભાઈ અમદાવાદમાં અભ્યાસ કરવા સારૂ આવી રહ્યા હતા. પણ એમના પિતાના શિરે કરજને બેજે હતું તેથી સવારસાંજ વિદ્યાર્થીઓને ટયુશન આપીને તેમજ મિત્રોની સહાયતા મેળવીને હાઇસ્કુલમાં અભ્યાસ કરવા ભાઈશંકર શક્તિમાન થયા હતા, પણ અહિં પરીક્ષામાં નાપાસ થતાં, એમના શુભેચ્છક ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસની ભલામણથી “ઈન્કમટેક્ષ ખાતામાં તેમને પ્રથમ નેકરી મળી હતી, તે પછી તે એક ખેતwાંથી બીજા ખાતામાં, કોઈવાર ખાનગી પેઢીમાં તે બીજી વખતે બેન્કમાં કે રેમાં, એમ ઉત્તરોત્તરે આગળ વધતા અને દુનિયાદારીના કાંઈ કંઈ અવનવા અનુભવ મેળવતા અને ઠોકર ખાતાં તેઓ આખરે મુંબઈમાં સેલીસીટરની પેઢી સ્થાપવાને ભાગ્યશાળી થયા હતા, જે પેઢીએ મુંબઈમાં એક આગેવાન સોલીસીટરની પેઢી તરીકે પ્રતિષ્ઠા જમાવી હતી.