Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
કરી શકે અને તેમનું જ્ઞાન વધે એ આશયથી સોસાઇટીએ સન ૧૯૦૦ માં સ્ત્રી કેળવણીની પરીક્ષા લેવાની યોજના ઘડી હતી અને તેને સવિસ્તર વૃત્તાંત સંસાઈટીના ઇતિહાસ વિભાગ ૨ માં આપેલ છે.
તે પછી સ્ત્રી કેળવણીને બહોળો પ્રચાર થયો છે અને ઘણું બાળાઓ હેટી ઉમ્મર સુધી શાળા પાઠશાળામાં અભ્યાસ કરે છે.
સાઈટીના સંચાલકેએ પાછળથી જોયું કે ઉપરોક્ત સ્ત્રી શિક્ષણ પરીક્ષા આપવા સારૂ બહુધા શાળાઓ અને ટ્રેનિંગ કૉલેજની બાળાઓ અને શિક્ષિકાઓજ આવે છે, જે તેને ખરે આશય નહ; એટલું જ નહિ પણ તેને લાભ ઘણુંખરું અમદાવાદની સ્ત્રીઓ લેતા હતી.
આ બે કારણે સોસાઈટીના કાર્યકર્તાઓએ ચાલુ રૂઢિમાં થોડોક ફેરફાર કરવાનું યોગ્ય વિચાર્યું. પ્રથમ તે એ પરીક્ષામાં ગુજરાતના બીજા ભાગની સ્ત્રીઓ સહેલાઈથી બેસી શકે તે સારૂ જુદા જુદા અને મુખ્ય શહેરમાં તે પરીક્ષા લેવાની તજવીજ કરી; પણ તે અખતરે ફતેહમંદ નિવડ્યો નહિ.
કાર્યવાહકોએ જોયું કે તે કાર્ય પાછળ આશરે રૂ.૩૦૦) થી રૂ. ૫૦૦) ખર્ચાય છે અને તેને ઉપયોગ બને લાભ જેવી રીતે લેવા જોઈએ તેવી રીતે વ્યવહારમાં જોવામાં આવતું નથી.
સોસાઈટી સાહિત્ય અને કેળવણીની પેઠે જ્ઞાન પ્રચારની સંસ્થા છે; જે તે સ્ત્રી ઉપગી વાચન, જમાનાને અનુકૂળ, પૂરું પાડવા ગોઠવણ કરે તે તે વધારે લાભદાયી થવા સંભવ છે, એ સામાન્ય અભિપ્રાય માલુમ પડ્યો.
તે પરથી સોસાઈટીએ સ્ત્રી વાચન માટે વ્યવહારૂ યોજના ઘડી કાઢવા એક પેટા-કમિટી નીમી તેની પાસે રીપેર્ટ માગે; તે રીપેર્ટ પરિશિષ્ટમાં આપ્યો છે.
સદરહુ કમિટીની ભલામણ પરથી “મહિલા મિત્ર” નામનું એક વાર્ષિક પુસ્તક કાઢવાનું નક્કી થયું અને તે પુસ્તક સંપાદન કરવાનું કાર્ય ગુજરાતની બે અગ્રગણ્ય સન્નારીઓ લેડી વિદ્યાબહેન અને શ્રીમતી. શારદા બહેન મહેતાને સોંપવા નિર્ણય થયો અને તે કાર્ય તેમણે ખુશીથી સ્વીકાર્યું હતું.
• જુઓ ગુ. વ. સંસાઈટીને ઈતિહાસ, ભા. ૧, પૃ. ૧૪૧