Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આવું વાર્ષિક પુસ્તક પ્રસિદ્ધ કર્યાથી તેને બહેળો લાભ લેવાશે અને સ્ત્રીઓ માટે સારું સાહિત્ય ઉત્પન્ન થશે. તા. ૯ મી સપ્ટેમ્બર ૧૯૨૦. (સહી) રમણભાઈ મહીપતરામ નીલકંઠ
પ્રમુખ મહિલામિત્ર-વાર્ષિક
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
અમદાવાદ, તા. જાન્યુઆરી ૧૯૨૧. મહેરબાન સાહેબ,
વિશેષ વિનંતિ કે, આવતા વર્ષમાં (સને ૧૯૨૧) સાઈટી તરફથી મહિલા મિત્ર” એ નામથી એક સચિત્ર વાર્ષિક (Annual) પુસ્તક અમારી દેખરેખ અને તંત્રીપદ નીચે કાઢવા વ્યવસ્થા થએલી છે. તેમાં સ્ત્રીઓને લગતા, સ્ત્રીકેળવણું અને સ્ત્રી જીવનને ઉન્નત અને સુખી કરે એવા ઉંચી કોટિના અને વિચારપૂર્ણ લેખો રજુ કરવા તેમજ સ્ત્રી ઉપયોગી સંસ્થાઓ, મંડળ, માસિક અને પુસ્તકે, સ્ત્રી કેળવણીના આંકડા અને કન્યાશાળાઓ વગેરે બાબતોને લગતી માહિતીને સમાવેશ કરવા ધાયું છે.
વાતે આપને વિનંતિ કરવાની કે સ્ત્રી કેળવણી અને સ્ત્રી જીવનને લગતા એકાદ વિષય ઉપર આપ લેખ લખી આપવા કૃપા કરશે અને આ સંબંધમાં જે કાંઈ ઉપયોગી સૂચના કરવી જરૂરની જણાય તે લખી જણાવવા તસ્દી લેશે.
આપ ક્યા વિષય ઉપર ખ લખી આપશો અને તે કેટલી મુદતમાં લખી મોકલી શકશે તે જણાવી અમને આભારી કરશે.
આ સંબંધી સર્વ પત્રવ્યવહાર ગુ. વ. સે સાઇટીની ઓફીસને સરનામે કરશે.
સિ. વિદ્યા રમણભાઈ સિ. શારદા સુમંત મહેતા
સંપાદક, મહિલા મિત્ર.