Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
“રા. રા. રામલાલ મેાદીએ બહુજ સારા અભ્યાસ કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. પ્રતાના સંગ્રહ અને પાઠભેદેાની નોંધ અને કવિઓની હકીકત વગેરેનું એમનું લખાણુ આજ લગીના ગુજરાતના વિદ્વાનેએ એવા વિષય ઉપર કરેલાં લખાણામાં ઉત્તમ પ્રતિનું લાગે છે અને તેમાં વિષ્ણુદાસ વિષે એમણે કરેલી ચર્ચા ઉપરથી એ કવિ પ્રથમ પહેલીવાર ગુજરાતીના શોધક વિદ્રાનાનું પુરેપુરૂં ધ્યાન ખેચવા સમર્થ થઈ જશે એવી આશા રાખું છું. સાસાટીદ્વારા પ્રકટ થતા સંશોધિત સાહિત્યમાં આ પુસ્તક જરૂર ઉંચુ` સ્થાન લેશે.'',
નિડયાદનવાસી રત્નદાસ નામના કવિએ હરિશ્ચંદ્રાખ્યાન નામનું કાવ્ય લખેલું છે અને તે છપા યું હતું. પ્રેમાનંદનાં જીવન વિષે એ કાવ્યમાંથી કેટલીક કિંમતી માહિતી પ્રાપ્ત થાય છે, તે કારણે દી. ખા. કેશવલાલભાઈને તેનુ પુનઃપ્રકાશન જરૂરનું જણાયું અને તેના સપાદન પાછળ ભારે જહેમત ઉઠાવીને એની શુદ્ધ પ્રત એમણે તૈયારી કરી આપી, તે સાસાટીએ છપાવી હતી; પણ એ પ્રકાશનનું મહત્ત્વ તેમાં પ્રકાશના પરમાણું ” એ શીક હેઠળ સોંપાદકે જે વિચારણીય પ્રસ્તાવના લખેલી છે, તેમાં રહેલું છે, અને પ્રેમાનંદના અભ્યાસીને તે વિશેષ ઉપયેગી થશે.
66
ગુજરાતના છેલ્લા કવિ-પ્રાચીનેામાં દયારામ છે; અને ગુજરાતી જનતામાં તેની લેાકપ્રિયતા હજી કાયમ છે. ગુજરાતીમાં વલ્લભી સંપ્રદાયનું વૈષ્ણુવી સાહિત્ય ઉતારવાના કાઈ ગુજરાતી કવિએ પ્રયત્ન કર્યાં હોય તેમાં અગ્રસ્થાને કવિ દયારામ ખીરાજે છે, અને વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતાનુ પદ્ધતિસર નિરૂપણ એમનાં ‘રસિક વલ્લભ' કાવ્યમાં મળી આવે છે એ પુસ્તક એમ. એ., ની પરીક્ષામાં પ્રથમ વંચાતું હતું, અને પરીક્ષક તરીકે ગેાવનરામભાઇનું એ પ્રતિ લક્ષ જતાં એમણે દયારામને અક્ષરદેહ ' એ નામક એક વિદ્વત્તાપૂર્ણ નિબંધ એ કાવ્ય પર લખ્યા હતા.
‘રસિક વલ્લભ ’એ કાવ્ય પ્રાચીન કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયું હતું પણ તેની પ્રતા મળતી નહેાતી. કવિની પ્રતપરથી એમના કાઇ શિષ્યે નકલ કરેલી પ્રત પ્રસંગવશાત્ દી. બા. કેશવલાલના જોવામાં આવી. દી. બા. કેશવલાલભાઇના યારામ વિષેના અભ્યાસ કેટલા ઉંડા છે તે એમણે મુંબઇમાં શ્રી ફાસ સભાના આશ્રય નીચે કવિ દયારામ વિષે જે વ્યાખ્યાન આપ્યું હતું તે વાંચતા
“ નલધર આખ્યાન-પૃ. ૨.