Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
એમણે તે કાર્ય બહુ ઉત્સાહથી સ્વીકાર્યું અને કવિ દયારામ વિષે એ આવૃત્તિમાં લંબાણથી એક લેખ લખીને એ પુરતકના અભ્યાસીને મદદગાર થઈ પડે એવી પુષ્કળ વાંચન સામગ્રી એમણે પૂરી પાડેલી છે; તે બદલ સંપાદકને ખરેખર ધન્યવાદ ઘટે છે.
ગુજરાતી પ્રાચીન કવિઓમાં અખાનું નામ જેમ જાણીતું તેમ મોખરે છે; પણ એની કવિતાના વિષયની કઠિનતાને લઈને અને અજ્ઞાન લહીએએ ઉતારેલી ભ્રષ્ટ પ્રતેનાં કારણે એ કવિતા સમજવાનું અઘરું થઈ પડે છે, અને તેથી ઘણું વાચકે તેનું વાચન અધવચ મૂકી દે છે.
* આ અડચણ ટાળવાને, અને કેશવલાલભાઈ, ગુજરાતીના અધ્યાપક તરીકે કોલેજમાં એજ વિષયને શિખવતા હતા તેથી પણ, અખાના જાણીતા કાવ્યોનો સંગ્રહ, દી. બા. નર્મદાશંકરભાઈ-જેઓ વેદાંતના વિષયમાં પારંગત છે, અને ડાક સમય પર એમણે અખા વિષે કમળાશંકર સ્મારક વ્યાખ્યાન સુરતમાં આપ્યું હતું,-એમને એડીટ કરી આપવા જણાવવામાં આવ્યું અને એ વિષયના પ્રેમથી ખેંચાઈને, અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ દબાયેલા હોવા છતાં, તે એમણે સ્વીકાર્યું હતું.
એ આવૃત્તિ સર્વ રીતે સરસ જણાઈ છે.
અખાનું ઘણું સાહિત્ય અપ્રસિદ્ધ જંબુસર પાસે આવેલા કહાવાના મઠમાં પેટીમાં પડી રહેલું છે, એવી માહિતી મળતાં સોસાઈટીએ જાણીતા સાહિત્યકાર અને કવિ શ્રીયુત સાગર દ્વારા એ સંગ્રહ મેળવીને તેનું સંપાદન કાર્ય એમને જ સોંપ્યું હતું, અને એ સંગ્રહ અખાકૃત “અપ્રસિદ્ધ અક્ષય વાણ” એ નામથી પ્રકટ થયેલ છે.
અખાના અભ્યાસીને તે પુસ્તક જરૂર સંતોષ આપશે; વળી અખાની અપ્રસિદ્ધ સાખીઓનું ત્રીજું પુસ્તક તૈયાર કરાવવાની તજવીજ ચાલુ છે.
અત્યાર આગમચ જે પ્રાચીન કાવ્ય ગ્રંથ પ્રકટ થઈ ગયા છે, તેની ઉપર નેંધ કરી છે, પણ અન્ય કાવ્યો જેનું સંપાદન કાર્ય સોંપાઈ ગયું છે, અને જેમાંના કેટલાકની સાફ પ્રેસ કોપી સોસાઈટી પાસે આવી ગયેલી છે, તેને પણ અત્રે ઉલ્લેખ કરવો ઘટે છે.
ઓખાહરણ–પ્રેમાનંદ, નાકર, વિષ્ણુદાસ અને કહાનનું રચેલુંકાવ્ય છે. ગજેન્દ્રશંકર પંડયાએ સંશોધિત કરી આપ્યું છે અને એ ધોરણે સગાળશા આખ્યાનદશ કવિઓની કૃતિઓને સંગ્રહ સુરતની