Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
બીજું પુસ્તક પંદરમા સૈકાના ગુર્જર કાવ્ય સંગ્રહ એ નામનું હતું. એનું સંપાદન કાર્ય દી. બા. કેશવલાલભાઈએ કર્યું હતું. એમાંના કેટલાંક કાવ્યો રણમલ છંદ, વસન્તવિલાસ, સીતાહરણ વગેરેની મહત્તા પ્રતિ એમણે પ્રથમ ધ્યાન દોર્યું હતું અને જુની ગુજરાતીમાં એ કાવ્યો એમના હસ્ત, એક્ટિ થયાં, એ પ્રાચીન સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ યોગ્ય થયું છે અને એ વિષયના અભ્યાસીને તે બહુ મૂલ્યવાન જણાશે. માત્ર એક ઉણપ તેમાં રહી જવા પામી છે અને તે માર્ગદર્શક નેટસની અને કઠિન શબ્દના કોશની છે.
ભીમરચિત હરિલીલાની હચમત મૂળ કાવ્ય સં. ૧૫૪૦ માં રચાયાં પછી ત્રીસમા વર્ષે નલ થયેલી સોસાઈટીના સંગ્રહમાં હતી અને એ કાવ્ય બી. એ. ની પરીક્ષામાં અભ્યાસ માટે મુકરર પણ થયું હતું. ભાષાની દૃષ્ટિએ તેમ વિષય પર એનું પ્રકાશન અગત્યનું હતું • પર અમે જણાવ્યું છે કે શ્રીયુત અંબાલાલ જાનીને આપણા પ્રાચીન કાવ્ય સાહિત્યને અભ્યાસ બહુ સારે તેમાં વ્યાપક છે અને હરિ લીલા કપાદન કાર્ય એજ વિદ્વાનને સુપ્રત થયું હતું. એમણે એકલી ટેજ સારી રીતે સંશોધન કરીને સંતોષ માન્ય નથી પણ તેના અભ્યાસીને ઉપ થાય એવા મહત્વનાં માર્ગદર્શક ટીપણે પણ લંબાણથી નધિયા છે અને તેમાં ખાસ આદરણીય અંગ તે એ કાવ્યના અંગે એમણે
રાતમાં વષ્ણવ ધર્મના પ્રચાર વિષે ઐતિહાસિક ઉપોદઘાત લખ્યો છે, તે છે. પ્રાચીન કાવ્ય સાહિત્યને અને ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયને ઇતિહાસ જાણવા ઇચ્છનાર વાંચકે તે અવશ્ય વાંચવો જોઈએ; તે નિબંધ એ માહિતીપૂર્ણ અને વિદ્વતાભર્યો છે.
સોળમા સૈકાના કવિઓનાં આખ્યાનની સળંગ યાદી તૈયાર કરતાં તે બહુ મોટી થઈ ગઈ, અને પંદરમા સૈકાનાં કાવ્યોની પેઠે એક ગ્રંથમાં તેને સમાવેશ થઈ શકશે નહિ એમ લાગ્યું તે યાદી લક્ષપૂર્વક તપાસતાં એકજ વિષય પર જુદા જુદા કવિઓએ રચેલું કાવ્ય તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ વધારે આકર્ષક થઈ પડશે એ ઉદેશથી ત્રણ કવિઓનું રચિત જાલંધર આખ્યાન એકજ સંગ્રહમાં સંપાદિત કરવાનો નિશ્ચય કર્યો અને એ યુગનું જેમનું જ્ઞાન બારીક તેમ બહેળું છે, એવા કવિ ભાલણના ખાસ અભ્યાસી શ્રીયુત રામલાલ મેદીને એ કાવ્યનું સંપાદન કામ સંપ્યું હતું. એ કાવ્યની ટેક્ષ્ય શ્રીયુત મોદીએ કાળજીપૂર્વક તૈયાર કરેલી છે, અને તે