Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સહ
કમીટીના સભાસા નિમાય તે ટ્રસ્ટી ગણાય અને તેમની ફેરબદલી દર વર્ષે થાય છે, માટે તે સંબંધમાં મારી સૂચના એવી છે કે ધી ઓનરેબલ સરદાર સર ચિનુભાઇ માધવલાલ રણછેાડલાલ ખારેાનેટ સી. આઇ. ઈ. અને શેઠ અબાલાલ સારાભાઇ તથા ધી ઓનરેબલ રાવ બહાદુર રમણભાઇ મહીપતરામ નીલકંઠ, બી. એ. એલ. એલ. બી. એમની ટ્રસ્ટી તરીકે નિમણુક કરી અને એમને એવી સૂચના કરવી કે તમામ ફ્રેંડ મુંબાઇ બેન્કમાં અથવા વખતે વખતે જે બેન્કમાં સરકારી તીજોરી રહે તે બેન્કમાં અનામત રાખી તેનું વ્યાજ વસુલ કરવા તે બેન્કના અધિકારીને પાવર એફ ઍટરની આપી વ્યાજ વસુલ કરાવરાવી તે વ્યાજ આપણી સાસાઇટીના વખતે વખતે જે સેક્રેટરી હાય તેના ચાલુ ખાતામાં જમા કરાવવું, કે જેથી જ્યારે સાસાઇટીના કામ માટે તે રકમ જોઈએ ત્યારે એનરરી સેક્રેટરી ચેક લખી તે મંગાવી શકે અને સેક્રેટરી સાહેબને ખાસ ભલામણ કરવી કે જે કુંડનું વ્યાજ તુરત ઉપયાગમાં લેવાય તેમ ના હોય, તે સેવીંગ એન્કમાં પેાતાને નામે જમા કરાવી તેનું વ્યાજ ઉપાવવું. ૩ લાઇફ મેમ્બર થનાર પાસેથી રૂ. ૫૦ લેવાય છે, તેમાં ક ંઇક વધારા કરવા, કારણ કે સેાસાઇટી તરફથી પ્રસિદ્ધ થતાં પુસ્તકા તેમને રૂ. ૧) ની કીંમત સુધીનાં મફત મેકલવામાં આવે છે તેથી ઞાસાઇટીને ઘણા ખરચ થાય છે. મારા અભિપ્રાય એવા છે કે હાલ તુરત રૂ, ૧૦૦) ની કરવી. બાનુઓ પાસેથી તેમજ મહેતા અને લાયબ્રેરી પાસેથી જે લવાજમ લેવાય છે તે થાડું છે, તે પણુ તેમને ઉત્તેજન આપવું એ જરૂરનું છે, માટે તેમાં તેા કશે ફેરફારા કરવા હાલ વિચાર નથી. આ મત આપના અભિપ્રાય જાણવાની અવશ્ય જરૂર છે,
છેવટ સાસાઇટીની સભામાં આપની તરફ મત આપવા માટે પ્રેકસીપત્ર મેાકલ્યું છે, તે ઉપરથી આપની સૂચનાને અનુસરી વેટ આપવામાં આવશે, એ વિશે આપને ખાતરી આપવા જરૂર જોતા નથી. કમીટીની નિમણુક બાબતમાં પણ આપનાજ અભિપ્રાયને અનુમેદન આપવું એવા મારા નિશ્ચય છે, માટે હાલની કમીટીના સભાસદેોનાં નામની ટીપ નીચે આપી છે તેના સામે આપ આપની ઇનિશિય લ અથવા × નીશાની કરા તસ્દી લેશે. કમીટીમાં વધુમાં વધુ ૧૫ ની સખ્યા રખાય છે, માટે તે