Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૬૦
સાંપાયાં હતાં. એ પૈકી “ સુભદ્રા હરણ '' તૈયાર થઈ આવ્યું, તે સન ૧૯૧૯ માં સાસાઇટીએ છપાવ્યું હતું; અને નળાખ્યાનનુ પડી રહેલું કામ, પ્રાચીન કાવ્ય સૉંશોધન માટે પંકાયલા શ્રોયુત મંજુલાલ મજમુદારને પછીથી સોંપવામાં આવેલું છે.
પ્રાચીન કાવ્ય સાહિત્યના વાચક અને અભ્યાસી જોઈ શકશે કે શ્રીયુત અંબાલાલ જાનીએ સુભદ્રાહરણનું સંપાદન કાર્ય બહુ કાળજીપૂવક અને શાસ્ત્રીય ધેારણે કરેલું છે; અને એ આવૃત્તિનું વિશેષ આકર્ષણ એ છે કે સંપાદક એક વિસ્તૃત ઉપાદ્ઘાત લખીને તેમાં પ્રેમાનંદના પ્રશ્નને વિગતવાર ચર્ચીર્ચી છે; અને ટુંક સમયમાં તેની પહેલી આવૃત્તિ ઉપડી જતા લેખકે તેનો ખીજી આવૃત્તિ પાતા થકી કઢાવવા પરવાનગી માગી હતી તે સાસાટીએ તેમને બક્ષી હતી.
શ્રીયુત હિંમતન્નાલ અ’જારિયાએ કાવ્ય માધુય " એડિટ કરીને નવી કવિતાને ગુજરાતી જનતાને સારી રીતે પરિચય કરાવ્યેા હતા, પણુ નવી અને જુની કવિતાના સંગ્રહ વાચક વર્ગને સુલભ થાય એ હતુથી સાસાઈટીએ ઈંગ્રેજીમાં મેકે સપાદિત ૧૦૦૧ કાવ્ય રત્નોનું પુસ્તક છે એ ટબનું નવીન પદ્ય સંગ્રહ–અને એ ધેારણે ગદ્યસંગ્રહ પણ તૈયાર કરાવવાના નિર્ણય કર્યાં અને તેમાંનું પદ્ય સંગ્રહનું સંપાદન કાય, એવાં એડિટિ ંગ કાર્ય માટે જાણીતા થયેલા ભાઇશ્રી હિંમતલાલ અંજારિયાને, અને ગદ્ય સંગ્રહનું સંપાદન કામ નડિયાદ નિવાસી પણ સારાય ગુજરાતના પસ્ચિયવાળા, કુશળ લેખક અને કવિ શ્રીયુત ચંદ્રશંકર પંડયાને, અપાયાં હતાં.
66
શ્રીયુત ચદ્રશંકર ઉપર જણાવેલું ગદ્ય પુસ્તક, એમની અસ્વસ્થ તખીયતને લઇને તૈયાર કરી શક્યા નથી; અને તે પછી શ્રીયુત વિશ્વનાથ ભટ્ટે એ વિષયને હાથમાં લઇને ગદ્ય નવનીત' એ નામનું એક પુસ્તક ગુજરાતી જનતાને આપેલું છે, તે એ પ્રકારના ગદ્ય સંગ્રહોમાં પ્રથમ સ્થાન લે છે.
4
સન ૧૯૨૧ માં પદ્યસંગ્રહ-નવી જુની કવિતાના સંગ્રહ-છપાયા હતા અને તે એકદમ લેાકપ્રિય નિવડી, શાળા પાઠશાળામાં તે પુસ્તક પાઠ્ય પુસ્તક તરીકે નિયત થયું હતું અને હજી તે બહેોળુ વંચાય છે એ તેની અન્ય એવા સંગ્રહોની સરખામણીમાં સર્વોપરિતા દર્શાવે છે.
સાસાઇટીના પ્રમુખ તરીકે દી. ખા. કેરાવલાલભાઈની સન ૧૯૨૦ના જીન માસમાં નિમણુંક થઈ, તે પછીથી એમ કહી શકાય કે પ્રાચીન પ્રભુનાં પ્રકાશન કાય ને સાસાઇટી તરફથી ખાસ ઉત્તેજન મળેલું છે.