Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
અને અંધશ્રદ્ધાના બંધ ખાબેચિયાંરુપ કેવી રીતે બનાવ્યાં છે તથા ગુમાવેલા અને લગભગ પ્રાણશેષ, નવા સંક્ષેત્મક વિચારે, તત્વવિચાર, વૈજ્ઞાનિક શોધ અને ઐતિહાસિક વિવેચન જેવાં સાધન દ્વારા મનુષ્યોએ કેવી વીરતા અને વૈર્યથી પાછું મેળવ્યું તે હકીકત પ્રસ્તુત પુસ્તકમાં ચર્ચા છે." . આ ગ્રંથ લખી આપ્યા પછી, અમે જણાવવાનું દિલગીર છીએ કે, ટુંક મુદતમાં અનુવાદક આ ફાની દુનિયા છોડી ગયા હતા.
ગીકૃત યુરોપમાં સુધારાને ઇતિહાસ ત્રણ ભાગમાં લખાયેલું છે; પહેલા ખંડમાં સુધારાના સિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે; અને બાકીના બે ભાગમાં યુરોપને ઇતિહાસ તપાસવામાં આવેલો છે. એ ઘોરણે કાન્સના જાણીતા લેખમાં ગીનું સ્થાન ઉંચું છે અને એનું આ પુસ્તક બહુ ખ્યાતિ પામેલું છે. કેટલાક વર્ષો પર મુંબઈ યુનિવર્સિટીએ બી. એને અભ્યાસક્રમમાં આ ઇતિહાસને એક પાઠય પુસ્તક તરીકે સ્થાન આપ્યું હતું.
આ પુસ્તકને તરજુમે આપણા જાણીતા લેખક છે. અતિસુખશંકરભાઈએ કરેલો છે, સ્વર્ગસ્થ કમળાશંકરની વિદ્વત્તા અને સંસ્કારિતાના તેઓ પૂરા વારસ થયેલા છે. કોલેજનાં કામકાજમાં તેઓ અત્યંત રોકાયેલા રહે છે તેમ છતાં વખતેવખત સામયિક પત્રોમાં લેખ લખીને સાહિત્યની સેવા તેઓ કરતા રહ્યા છે. એમના લેખોના સંગ્રહ, “નિવૃત્તિ વિદ” અને સાહિત્ય વિદી એ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયા છે અને ગુજરાતી વાંચકવર્ગમાં તે પુસ્તકો સારે આદર પામ્યાં છે.
પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં છે. અતિસુખશંકરે લેખકના સુધારાની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં લંબાણથી વિવેચન કરેલું છે અને વાંચકવર્ગને તેને કાંઈક ખ્યાલ આપવા તેમાંથી થોડેક ઉપયોગી ભાગ નીચે ઉતારીએ છીએ
મગી ઉન્નતિ વિષે શું વિચાર દર્શાવે છે? એ પ્રશ્નપદ્ધતિને ઉપયોગ કરી ઉન્નતિનાં અગત્યનાં અંગે નિર્ણિત કરે છે. એ કહે છે કે ધારે કે કઈ પ્રજા એવી હોય કે તેનું બાહ્યજીવન સરળ ને રોગરહિત હોય, ધારે કે તે પ્રજાને રાજ્યમાં કર જેવું કશું આપવું પડતું ન હોય ને દુઃખમાંથી વિમુક્ત હોય, ધારો કે તેના વ્યવહારમાં ન્યાય રાજ્ય તરફથી બરાબર આપવામાં આવતે હેય. પણ તેની જ સાથે ધારો કે માનસિક ને નિતિક જીવન સુસ્ત ને નિરૂધમી હેય. આ પ્રજા ઉન્નત છે એમ શું આપણે કહી શકીશું? નહિ જ.
• વિચાર સ્વાતંત્ર્યને ઇતિહાસ-પ્રસ્તાવના.