Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૪૫
આવ્યું હતું. એમાંનાં રામના ઇતિહાસનું પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને તે સારી પ્રશંસા પામ્યું છે. ગ્રીસ દેશના ઇતિહાસ પણ એમના તરફથી લખાઇને આવી ગયા છે. તે તપાસાઈ આવે, ઘેાડા સમયમાં પ્રેસમાં મેકલવામાં આવશે.
જીવનને ઉપયાગી અને માદક થઈ પડે એવા નીતિ ઉપદેશના અને ચાંરિત્ર ઘડતરના ઈંગ્રેજી ગ્રંથાના તરજુમા, જેવા કે જીંદગીને ઉપયાગ, જીવનની સલતા, જીવનના આદર્શો, સુખ અને શાંતિ, કવ્ય, સદ્દન વગેરે સાસાયટીએ પૂર્વે છપાવ્યા હતા અને તેના અનુસંધાનમાં, કાંકઃ ઐતિહાસિક ધેારણે લખાયલા એવા ગ્રંથા જેમકે લેકી કૃત History of European Morals, History of Rationlisism, યુરેાપીય નીતિ આચારના ઇતિહાસ, યુરેાપમાં બુદ્ધિસ્વાતંત્ર્યના ઇતિહાસ, લખાવવાને ચિત જણાયું; અને એ પ્રકારના વિચાર સાહિત્યની આપણે અહીંઆ આપણી લેકસ્થિતિ લક્ષમાં લેતાં, જરૂર જ હતી.
""
‘ યુરેાપમાં બુદ્ધિસ્વાતંત્ર્ય ”એ પુસ્તક જાણીતા આયરિશ લેખક લેકીનું લખેલું છે અને તે યુરેાપમાં અહેાળુ' પ્રચાર પામેલું છે, અને ત્યાંના સમાજજીવનપર પણ તેની પ્રબળ અસર થયલી છે. આવું ઉત્તમ પુસ્તક એક સંસ્કારી વિદ્વાનના હાથે ગુજરાતીમાં લખાયું એ પણ ખુશી થવા જેવું છે. તેના લેખક શ્રીયુત દુર્ગાશંકર પ્રાણજીવન રાવળ ઈન્દોર કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા; એ પુસ્તક લખવાનું સ્વીકાર્યું તેને આગલે વર્ષ હિન્દના ઉદ્યાગની પરિસ્થિતિ ” એ વિષય પર નિબંધ લખીને મુંબાઇ યુનિવરસિટનું નારાયણુ પાનાચંદ ઈનામ એમણે મેળવ્યું હતું; અને એટલેથી સતેષ નહિ પામતાં ઈન્દોરની મેડિકલ કોલેજમાં વૈદ્યકનું રીતસર શિક્ષણ લેવાનું પણ આરંભ્યું હતું. ગુજરાતી સાહિત્યની સેવા કરવાના ભાઇસાહેબને ભારે ઉત્સાહ હતા. પણ તેઓ કાંઇક સંગીન કાળેા આપવા શક્તિમાન થાય તે પહેલાં એમનું અકાળે અવસાન થયું હતું.
:
ઉપરાક્ત ગ્રંથમાં “ બુદ્ધિ સ્વાતંત્ર્ય ” એ શબ્દની સમજ પાડતાં અનુવાદક મહાશય પ્રસ્તાવનામાં જણાવે છેઃ
61 "
બુદ્ધિ સ્વાતંત્ર્ય' એ નામના અમુક દલીલેાથી ઘડી કાઢેલા કાઇ સિદ્ધાન્ત નથી, પણ તે માત્ર એક પ્રકારનું માનસિક વલણ છે, અને તેનું.. લક્ષણ એવું છે કે જાદુ અને ચમત્કારી બનાવા તરક, દૈવી શક્તિ તથા દૃષ્ટિ