Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૬
સત્તાના ઇતિહાસ સરદેસાઇએ બીજા ચાર ખડામાં લખેલો છે અને એ પૈકીના એક ભાગના તરજુમે વડાદરા રાજ્ય ભાષાંતર ખાતાએ શ્રી સયાજી સાહિત્યમાળામાં પ્રકટ કર્યો છે.
ત્રીજા પુસ્તક બ્રિટિશ રિયાસતમાં ઇંગ્રેજોનું હિન્દમાં આગમન થયું. ત્યારથી તે સન ૧૭૭૩ માં હિન્દના રાજવહિવટ સારૂ વારન હેસ્ટિંગ્સને રેગ્યુલેટિગ ઍક્ટ બ્રિટિશ પાર્લામેન્ટમાં પસાર થયા એ સધળા વૃત્તાંત નોંધ્યા છે અને એ સમયનું સમગ્ર રીતે સંભાલાચના કરતું ગુજરાતીમાં આ પ્રથમજ પુસ્તક છે.
આ પ્રમાણે સરદેસાઈનાં પુસ્તકોમાંથી હિન્દના મધ્યકાલીન ઇતિહાસ અને કંપની સરકાર હસ્તકના હિન્દના રાજવહિવટ અને રાવિસ્તાર વિષે જાણવા જેવી અને મહત્વની સઘળી માહિતી મળી રહે છે.
મુસલમાની રિયાસતને તરજુમા રાનડે ચરિત્રના લેખક સૂ`રામ સામેશ્વર દેવાશ્રયી, જેમનું બધું જીવન કેળવણી ખાતામાં વ્યતિત થયું હતું; અને લેખન વાચનના સારા શેખ ધરાવતા હતા, એમણે કરેલા છે.
"
મરાઠી વાચનના જેમને પ્રથમથી શાખ હતા અને મરાઠી પ્રથા · ધર્મોંજીરાવનું કુટુંબ ’ અને ‘ મહાન અશાક ' એ પુસ્તકોના અનુવાદ કર્યાં હતા તેઓ-રા. જીવનલાલ અમરશી–એક વખતના સોસાઇટીના આસિ. સેક્રેટરી-ને મરાઠી રિયાસતનું પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું સોંપાયું હતું અને તે કાય એમણે બહુ કાળજીથી અને ચિવટથી કરેલું છે, એમ એ પુસ્તક વાંચતાં જણાશે. સાસાઈટીમાંથી નિવૃત્ત થયા પછી જ્ઞાનવર્ધક ગ્રંથમાળાની ચાજના અમલમાં આણીને, ગુજરાતી સાહિત્યને એમણે સમૃદ્ધ કર્યું છે, એ એમની સેવા ખાસ નેાંધવા જેવી છે.
શ્રીયુત ચંપકલાલ લાલભાઇ મહેતા લાંબા સમયથી સરકારી. એરિય’ટલ ટ્રાન્સલેશન ખાતામાં અધિકારી પદે છે અને સાસાટીને વખતોવખત ઇંગ્રેજી અને મરાઠી પુસ્તકાના અનુવાદ કરી આપીને ગુજરાતી ભાષાની એમણે બહુ સ્તુતિપાત્ર સેવા કરેલી છે.
-
બ્રિટિશ રિયાસત લગભગ ૮૦૦ પૃષ્ટનું પુસ્તક છે, તેા પણ નામના પારિતાષિકથી શ્રીયુત ચંપકલાલે એ પુસ્તકના તરજુમા સેવાભાવથી કરી આપ્યા હતા અને એ પુસ્તક, અમે ઉપર જણાવ્યું તેમ, હિન્દમાં ઈંગ્રેજી અમલના આરંભને ઇતિહાસ જાણવા સારૂ જેમ માહિતીપૂર્ણ તેમ કિમતી છે.