Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
થતું એટલે વાચનને શાખ વૃદ્ધિ પામ્ય અને લેખ લખવાની પણ લગની લાગી હતી; એટલે દરજે કે પિતાની પાસે પુરતાં સાધને કે પિસા નહિ તેમ છતાં મિત્ર અને સ્નેહીઓની સહાયતા અને ઉત્તેજનપર વિશ્વાસ રાખી
સમાલોચક” તથા “સ્વદેશ વત્સલ” નામે બે માસિક પત્રે તેમણે ચલાવ્યાં હતાં, અને તે વખણાયાં હતાં. * અનિલ દૂત” નામનું ખંડ કાવ્ય તેમણે તે વખતે લખ્યું હતું, તે સારી રીતે જાણીતું છે. પણ એમની ખરી નામના ગુજરાતની જુની વાર્તાઓ થી થઈ, જેની જોડ હજુ બીજી મળી નથી. પૃથ્વીરાજ ચૌહાણ” અને “ઝાંસીની રાણી –એમની બીજી બે કૃતિઓ એટલે જ બહોળો કાદર પામી છે. એમાંની પૃથ્વીરાજ ચૌહાણુની વાર્તા સને ૧૯૨૯-૩૦ માં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પરીક્ષા સારૂ મુંબાઈ યુનિવર્સિટીએ એક પાઠય પુસ્તક તરીકે પસંદ કરી હતી. આ સિવાય એમના ગ્રંથ-સ્વતંત્ર અને અનુવાદિત–ઘણું છે અને તેને સહજ ઉલ્લેખ માત્ર અહિં બસ છે.
આ - એમનું ઘણુંખરૂ જીવને પત્રકારિત્વમાં વ્યતિત થયું હતું. એટલે લખવાની હથેટી એમના હાથે બેસી ગઈ હતી અને એમની લેખનશૈલી સરળ અને ઘરગથ્થુ પણ એવી અસરકારક નિવડતી કે તેનું વાંચન રસમય થઈ પડતું અને તે લખાણની વાંચકપર સબળ છાપ પડતી હતી.
ચાલુ સાહિત્ય પ્રવાહથી આમ તેઓ પ્રથમથી સંસર્ગમાં હતા અને લેખન વાંચનને મૂળથી શેખ, તેથી ગુજરાતી દેશનું સંપાદન કામ તેમને સાહજિક અને અનુકુળ થઈ પડ્યું હતું.
વર્ગસ્થ લાલશંકરને ઈરાદો મહેટ: કોશ પાછળ રહેલી અનેક મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને, ગુજરાતી ભાષાને એક શાળોપયોગી કેશ, ઉપર જણાવ્યું તેમ, તૈયાર કરાવવાનું હતું એટલે તેની સાધનસામગ્રી અને તયારી સર્વે મર્યાદિત હતાં.
કોશ જેવા ભગીરથ કાર્ય માટે એક માણસ તે શું પણ કટીબંધ વિકાને ઓછા પડે ! તેમ તે કાર્ય માટે પુષ્કળ નાણું ખર્ચવું જોઈએ. " નાણાંને સંકોચ, સાધન અને સહાયકર્તાઓની ઉણપ એ વસ્તુસ્થિતિ વિચારીને શ્રીયુત લાલશંકરભાઈએ તે કાળે ગુજરાતી શાળાપગી કેશ કાઢવાનો વચલો પણ સલામત અને સરળ માર્ગ ગ્રહણું કર્યું હતું, એ ડહાપણભર્યું પગલું હતું અને તે પગલું અનુભવપરથી લેવાયું હતું