________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
દશ્ય કુમારી વિશ્વરથને પ્રસન્ન કરવા કાંઈ કાંઈ પ્રયત્ન કરે છે, તેને વશ કરવા પિતે કોઈ પણ ભેગ આપવા તૈયાર છે, તેમજ એ બે પાનું આત્મમંથન કોઈ પણ હદયને હચમચાવી મૂકે એવું વેધક છે.
એ બંને પ્રેમથી જોડાયા પછી એક પ્રસંગ આપીશું; તે પરથી એની સચોટતા ને હદયભેદક્તા સમજાશેઃ
આડા પડેલા બેભાન શરીરની પાસે ઘૂંટણીએ પડી તે શાબરીના માથા પર હાથ ફેરવતો હતો. એનું ગાર, સુંદર મુખ, ચંદ્ર સમું, તે વ્યોમજેવા ખંડના અંધારામાં ચમકતું હતું. શામ્બરીનાં સુકાએલાં સુકુમાર અંગે માંથી પણ વૈવનની સુવાસ કરતી હતી. શરીરની રેખાઓનું લાલિત્ય, ફીકા સુકા ઓઠના મરોડની મોહિની એના મુખપર લખલખતા એકનિષ્ઠાના નિર્મલ તેજને દૈવી બનાવી મુકતાં હતાં.
- તેની આંખ ઉઘડી તેના પર ઠરી રહી, ભીની થઈ. તે બબડીઃ “ જવુ જહુ ! સ્વપ્નામાં આવે છે તે જાગતાં શે નથી આવતે ?” અવાજમાં હતાશનો ધ્વનિ હતા.
“શામ્બરી ! હું આવ્યો છું, આવ્યો છું જીવતો, જાગતે. સ્વપ્ન નથી.”
આંખોમાં વિજળીના ચમકાર સમું જળહળતું ક્ષણિક તેજ આવ્યું. “જç ! જહુ !” તેણે ગદગદ કંઠે ઉચ્ચાર્યું અને તેને નિર્બલ હાથ વિશ્વરથના ગળાને વીંટાઈ વળ્યા.
વિશ્વરથ, તૂટતે હૈયે, એની બાથમાં ભાથું છુપાવી રડી પડે. એ ભરતકુલ શિરેમણિ, કુશિક જેવા રાજષિને પત્ર, અગત્સ્યને શિષ્ય, મંત્રદ્રષ્ટા થવાને ઉત્સુક–આખરે, આખરે–દસ્યકન્યાને પ્રિયતમ; તેના મૂક સમર્પણથી સ્વેચ્છાએ વેચાયેલો દાસ; અને તે વિષમ પળે, અધમતાથી પણ અધમ ગતિ તેણે પ્રાપ્ત કરી. આંખમાંથી ગૌરવભંગનાં લોહીભર્યા આંસુ ખરતાં હતાં. પૂર્વજો, પિતાને ગુરુ એને શાપ આપે એવી દશામાં હતો.
તે સમયે તેની દષ્ટિએ નવું તેજ પડયું. સ્વમાન, સ્વજાતિ, શૈરવ, સંસ્કાર શુદ્ધિ, સઘળાંની દયાની વેદિપર આપેલી આહૂતિથી, જવાલા નીસરતી હતી, અને તેમાં એને સત્ય નજરે પડયું. વિશુદ્ધ હૈયાના ગગનગામી ભાગમાં ભેદ ને દ્વેષથી પર એવું શાશ્વત ઋત હતું. એણે ગર્વ વિના