________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રમણલાલ નરહરિલાલ વકીલ
એઓ જ્ઞાતિએ દશા મઢ વણિક અને મૂળ ભરૂચના વતની છે. એમના પિતા સ્વ. નરહરિલાલ ચંબકલાલ દેશભક્ત, સાહિત્ય રત્ન’ના મૂળ સંપાદક તરીકે સારી રીતે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ કપિલાબહેન છે. એમનો જન્મ ભરૂચમાં તા. ૧૧ મી ડિસેમ્બર સન ૧૯૦૮ ના રોજ થયો હતો. એમનું લગ્ન સન ૧૯૩૧ ના જુન માસમાં કુ. પુષ્પા છેટાલાલ પારેખ, બી. એ. સાથે થયું હતું. એ બહેન પણ સંસ્કારી લેખિકા છે; અને માસિકમાં અવારનવાર લેખો, કાવ્યો વગેરે લખે છે.
પ્રાથમિક શિક્ષણ એમણે ગોધરામાં લીધું હતું. પછી એમના પિતાની બદલી થવાથી માધ્યમિક શિક્ષણની શરૂવાત નડિયાદમાં કરી હતી. પિતાના મૃત્યુ (૧૯૨૧) પછી નાસિક, ભરૂચમાં માધ્યમિક કેળવણી લીધી હતી. મેટ્રીકની પરીક્ષા એમણે ભરૂચ હાઈસ્કૂલમાંથી ઊંચે નંબરે પાસ કરી હતી.
અંગ્રેજી, ગુજરાતી એ ઐચ્છિક વિષય લઈને તેમણે સન ૧૯૩૧ માં બી. એ. ની પરીક્ષા ઓનર્સ સાથે વિલ્સન કૅલેજમાંથી પસાર કરી હતી. બે વર્ષ એજ કોલેજમાં ફેલો રહ્યા હતા. તે દરમિયાન એમ. એ. ને અભ્યાસ કરી સન ૧૯૩૩ માં તે પરીક્ષામાં ગુજરાતીમાં પ્રથમ નંબર મેળવી ઉત્તીર્ણ થયા હતા.
તેઓ હમણાં વિલ્સન કૅલેજમાં ઈગ્રેજીના લેકચરર છે. એમના પ્રિય વિષય સાહિત્ય, શિક્ષણ અને લલિતકળા છે.
સાહિત્યના સંસ્કાર પિતા પાસે પ્રાપ્ત કર્યા હતા, તેમાં સંસ્કારી પત્ની મળી આવતાં, તેમાં વિશેષ વિકાસ થવા પામ્યો છે.
ઉરતન્ન અને નાટયકળા' એ પુસ્તક રચીને એમણે સારી નામના મેળવી હતી. તેમાંને નાટક વિષેને વિસ્તૃત નિબંધ એ વિષયના એમના ઝીણું અભ્યાસના સાક્ષી રૂ૫ છે.
ચાલુ વર્ષમાં એમણે “મુકુર” નામનું એક મોટું માસિક કાઢયું હતું પણ ચાર અંકે નિકળ્યા બાદ તે કેમુદી સાથે જોડાઈ જતાં હાલ કૌમુદીના સહતંત્રી તરીકે તેઓ કાર્ય કરે છે.
:: એમની કૃતિઓ :: ૧. ઉરતન્ન અને નાટયકળા
સન ૧૯૩૨ ૨. પ્રણય કાવ્ય
૧૭૮